GSTV
India News ટોપ સ્ટોરી

Karnataka Hijab Row: પહેલી જાન્યુઆરીએ ઉડ્ડીપીથી શરુ થયો હતો સમગ્ર હિજાબ વિવાદ, 74 દિવસ પછી આવ્યો કાનૂની ઉકેલ

કર્ણાટકની સ્કૂલ અને કોલેજમાં હિજાબ પહેરવા બાબતે છેલ્લા 74 દિવસથી વિવાદ ચાલતો હતો.તેનો રાજયની હાઇકોર્ટના ચુકાદાથી અંત આવ્યો છે.  હિજાબ પહેરવાનું સમર્થન કરનારા પક્ષનું માનવું હતું કે સ્કૂલ યુનિફોર્મના સ્થાને હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો છે. આ સંદર્ભમાં અરજીનો ચુકાદો આપતા હિજાબ પહેરવોએ ધર્મની અનિવાર્ય બાબત છે એ માનવાનો ઇન્કાર કરી દીધો છે. 

hijab

1 જાન્યુઆરી 2022માં ઉડ્ડીપીથી શરુ થયો હતો સમગ્ર વિવાદ 

કોરોનાના કારણે કોલેજ અને સ્કૂલો લાંબા સમય સુધી બંધ રહી હતી પરંતુ જાન્યુઆરીમાં ફરી ઓફ લાઇન શિક્ષણ શરુ થતાં કર્ણાટકના ઉડ્ડીપી શહેરની પીયુ ગર્વમેન્ટ કોલેજમાં હિજાબ પહેરીને આવેલી 6 મુસ્લિમ યુવતીઓને કોલેજ પ્રશાસને પ્રવેશવાની ના પાડી દીધી હતી. કોલેજ પ્રશાસને ડ્રેસ કોડ અને સમાનતાનું કારણ આપ્યું હતું. ત્યાર બાદ કેમ્પસના સ્ટુડન્ટસ સંગઠનો અને રાજકારણ ભળતા હિજાબ પહેરવાના સમર્થન અને વિરોધમાં પ્રચંડ પ્રદર્શનો થયા હતા. ધીમે ધીમે કર્ણાટક પૂરતા જ સીમિત ના રહેતા બીજા રાજયોમાં પણ તેના પડઘા પડયા હતા. 

5 ફેબુઆરી – કર્ણાટક સરકારે સ્કૂલ –કોલેજમાં ડ્રેસકોડ ફરજીયાત કર્યો 

કર્ણાટકમાં હિજાબ વિવાદ તેના વિરોધ અને સમર્થનમાં અટવાતા સરકારે સ્કૂલ અને કોલેજમાં ડ્રેસકોડ અનિવાર્ય બનાવી દીધો હતો. આ આદેશમાં ખાનગી સ્કૂલોને પોતાની પસંદગીનો ડ્રેસકોડ રાખવાની છુટ આપવામાં આવી હતી. 

9 ફેબુઆરીએ પ્રથમ વાર કેસમાં સુનાવણી થઇ હતી 

હિજાબ પહેરીને કોલેજમાં પ્રવેશ કરી શકાય છે અને તે ધાર્મિક અધિકાર છે આ બાબતે યુવતીઓએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોલેજના નિર્ણયને બંધારણના અનુચ્છેદ 14 અને 25 હેઠળ મૌલિક અધિકાર છીનવવા સમાન ગણાવ્યો હતો. આ કેસને એકલ પીઠે સુનાવણી કરીને 9 ફેબ્રુઆરીના રોજ મોટી બેંચને ટ્રાન્સફર કર્યો હતો. 

10 ફેબ્રુઆરીએ કોર્ટની મોટી બેંચનેં સોંપવામાં આવ્યો 

કર્ણાટક હાઇકોર્ટની મોટી બેંચે 10 ફેબ્રુઆરીએ જ સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં 11 દિવસ સુધી સરકારી વકિલ અને અરજદારોની વકિલે પોતાની દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. અરજકર્તાના વકિલે દક્ષિણ આફ્રિકાની કોર્ટના એક ચુકાદાને ટાંકયો હતો. સરકારી વકિલે હિજાબ નહી પહેરવા દેવોએ કોઇ પણ પ્રકારનો ભેદભાવ નહી હોવાની દલીલ કરી હતી. 

9 થી 15 ફેબ્રુઆરી કર્ણાટકમાં સ્કૂલ અને કોલેજ બંધ રહયા હતા 

હિજાબના વિરોધ અને સમર્થનમાં હિંસા ભડકી ઉઠે તેવી આશંકાના પગલે ઉડ્ડપી સરકારી કોલેજ જ નહી સમગ્ર રાજયમાં સ્કૂલથી માંડીને કોલેજ શિક્ષણ બંધ રાખવું પડયું હતું. હાઇકોર્ટની મોટી બેંચે સુનાવણી દરમિયાન રાજય સરકારને શિક્ષણ કાર્ય શરુ કરવાની અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ડ્રેસકોડ ફોલો કરવાનો વચ્ચગાળાનો આદેશ આપ્યો હતો. 

25 ફેબ્રુઆરીએ કોર્ટમાં અંતિમ ચુકાદા અનામત રાખ્યો 

હિજાબ સમર્થક અને વિરોધી બંને પક્ષોને સાંભળીને સમગ્રે કેસની સુનાવણી 25 ફેબ્રુઆરીએ પૂરી થઇ હતી. ત્યાર પછી કોર્ટે ચુદાદો અનામત રાખ્યો હતો. હિજાબ વિવાદનું રાજનીતિકરણ થતા આમને સામને નિવેદનો પણ ચાલું રહયા હતા. એક સમયે ઉત્તરપ્રદેશના ચુંટણી પ્રચારમાં પણ હિજાબ વિવાદ ગાજયો હતો. 

14 માર્ચ – ઉડ્ડીપી અને કલબુર્ગીમાં કલમ 144 લગાવવામાં આવી 

હાઇકોર્ટનો ફેંસલો આવે તે પહેલા રાજય સરકારે દક્ષિણ કન્નડ જિલ્લાની તમામ સ્કૂલો અને કોલેજમાં રજા જાહેર કરી હતી. વિવાદ પ્રભાવિત ગણાતા ઉડ્ડીપી અને કલબુર્ગી જિલ્લામાં 19 માર્ચ સુધી કલમ 144 લાદવામાં આવી હતી. આ કલમ હેઠળ ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધની જોગવાઇ છે. 

15 માર્ચ – હાઇકોર્ટે હિજાબને ધર્મનો અનિવાર્ય ભાગ ગણવાનો ઇન્કાર કર્યો 

કર્ણાટક હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધિશ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણ એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ કાજીની પીઠે આ હિજાબ પહેરવાનું સમર્થન કરતી કોલેજ યુવતીઓની અરજી ફગાવીને હિજાહને ધર્મનો અનિવાર્ય ભાગ ગણવાનો ઇન્કાર કર્યો હતો. કર્ણાટક હાઇકોર્ટ આ સાથે જ 74 દિવસથી ચાલતા હિજાબ વિવાદ પર પૂર્ણ વિરામ મુકયું હતું. જો કે અરજદારો સુપ્રિમ કોર્ટમા જઇ શકે છે. 

READ ALSO:

Toggle panel: Rank Math Overview

Rank Math Overview

Related posts

ચાઉમીન ના ખવડાવતા બે ભાઇઓની હત્યા, યુપી પોલીસે 5 કલાકની અંદર 6 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું

Moshin Tunvar

સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર

pratikshah

રાહુલ કે નીતીશ નહીં, ખડગે INDIA ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર બની શકે છે, સોનિયા ગાંધીએ આપ્યા સંકેત

Padma Patel
GSTV