GSTV

ગુજરાતના પડોશી રાજ્યોમાં વિશ્વના સૌથી ખતરનાક રોગના 22 કેસ મળ્યા, કેન્દ્ર દોડ્યું

રાજસ્થાનની રાજધાની જયપુરમાં 22 લોકોને જિકા વાયરસથી સંક્રમતિ થવાની પુષ્ટિ થયા બાદ વડાપ્રધાન કાર્યલયે આ વિષાણુના પ્રસાર પર સ્વાસ્થ્ય મંત્રાલય પાસે સમગ્ર રિપોર્ટ માગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પીએમઓએ જયપુરમા જિકા વાયરસના પ્રસારો રિપોર્ટ માગ્યો છે. નિયંત્રણના ઉપાયોમાં રાજસ્થાન સરકારની મતત માટે સાત સભ્યોની ઉચ્ચસ્તરીય ટીમ જયપુરમાં છે. જયપુરમાં નિર્ધારિત વિસ્તારમાં તમામ સંદિગ્ધ મામલામાં અને તે વિસ્તારોમાં મચ્છરોના નમૂનાની તપાસ કરાઈ રહી છે. વિષાણુ શોધ અને રોગ ઓળખ લેબોરેટરીમાં વધુ તાપાસ કીટ ઉપલબદ્ધ કરાવવામાં આવી છે.

  • જયપુરમાં આ વાયરસથી સંક્રમિત થયેલા લોકોમાં એક વ્યક્તિ બિહારનો
  • હાલ સીવાન જિલ્લામાં તેના ઘરે ગયો છે
  • સાત સભ્યોની ઉચ્ચસ્તરીય ટીમ જયપુરમાં
  • પીએમઓએ જયપુરમા જિકા વાયરસના પ્રસારો રિપોર્ટ માગ્યો

 સ્થિતિ પર નિયમિત નજર રાખવા માટે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રમાં એક નિયંત્રણ કક્ષ તૈયાર કરાયો છે. રાજસ્થાનમાં જિકા વાયરસ મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો.  જયપુરમાં આ વાયરસથી સંક્રમિત થયેલા લોકોમાં એક વ્યક્તિ બિહારનો છે. તે હાલ સીવાન જિલ્લામાં તેના ઘરે ગયો છે. ત્યારે આ મામલો બિહાર સરકારે પણ તેના તમામ 38 જિલ્લાં જિકા વાયરસ મામલે ચર્ચા કરીને એવા લોકો પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે. આ વાયરસ મચ્છરના કારણે ફેલાઇ રહ્યો છે કહેવાય છે કે આ કારણે મોટી સંખ્યામાં અવિકસિત માથા વાળા કે પછી અસામાન્ય રીતે નાના માથા વાળા બાળકો પેદા થઇ રહ્યા છે.

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!