GSTV
CANDIDATE PROFILE- 2022 Gandhinagar Gujarat Election 2022 Surat ગુજરાત ટોપ સ્ટોરી

723 ટકાનો વધારો / ગુજરાતના ગૃહમંત્રી સંઘવીએ કર્યો ખરો વિકાસ : 2.12 કરોડ સંપત્તિ 17.43 કરોડ થઈ, નવો ફલેટ 10.66 કરોડના શેર ખરીદ્યા

ગુજરાતમાં ભાજપ સરકારની વિકાસની વાતો વચ્ચે સૌથી વધુ વિકાસ ગુજરાતના ગૃહમંત્રીએ કર્યો છે. એડીઆરના આંકડા મુજબ, હર્ષ સંઘવીએ 2017ની ચૂંટણીમાં રૂ. 2.17 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. આ આંક આ વખતે 723% વધીને રુ. 17.43 કરોડ થઈ ગયો છે. હર્ષ સંઘવીનાં પત્ની પ્રાચી સંઘવીના નામે 10.66 કરોડના લિસ્ટેડ કંપનીઓના શેર હોવાનું હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે. ગત ચૂંટણી પ્રાચી સંઘવી પાસે એકેય રૂપિયાના શેર નહોતા, જ્યારે હાલ તેમની પાસે રૂ. 10.66 કરોડ રૂપિયાના મૂલ્યના લિસ્ટેડ કંપનીઓના શેર જ છે. 2017માં 2.78 લાખનો ઈન્કમટેક્સ ભરતા પ્રાચી સંઘવીએ 2021-22માં 1.06 કરોડનો ઈન્કમેક્સ ભર્યો છે. હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા બાદ 10.66 કરોડના શેર અને 3.14 કરોડનો નવો ફ્લેટ લીધો છે. જેની હાલની કિંમત 3.50 કરોડ છે. આમ ગુજરાતનો વિકાસ થાય કે ના થાય પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં છેલ્લા 5 વર્ષમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનો અધધ વિકાસ થયો છે.

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મજૂરા સીટ પર ઉમેદવારી ભરતાં સમયેની એફિડેવિટમાં હર્ષ સંઘવીએ જાહેર કરેલી સંપત્તિમાં એકાએક વધારો થયો છે. જેમાં હર્ષ સંઘવીના નામે 84.71 લાખ રૂપિયાની અને પત્નીના નામે 11.08 કરોડ રૂપિયાની સંપત્તીનો ઉલ્લેખ કરાયો છે. આ સિવાય એમની પાસે 4.55 કરોડના 3 ઘર છે. જેમાં હેપ્પી એક્સેલેન્સિયાની કિંમત 3.50 કરોડ, ધરમ પેલેસમાં આવેલા ફ્લેટની કિંમત 80 લાખ અને પારસ સોસાયટી ડીસામાં આવેલા એક બ્લોકની કિંમત એમને 25 લાખ રૂપિયાની હોવાનું એફિડેવિટમાં જાહેર કરાયું છે. આ સિવાય હર્ષ સંઘવી પાસે 42 લાખની ટોયોટો ફોર્ચ્યુનર ગાડી તો પત્નીના નામે 10.89 લાખની કીયા સેલ્ટોસ ગાડી છે.

હર્ષ સંઘવીએ જાહેર કરેલી આ એફિડેવિટમાં પોતાના નામે 2.21 કરોડ રૂપિયાનું દેવું તો પત્ની પ્રાચી સંઘવીના નામે 6.10 કરોડ રૂપિયાનું આર્થિક દેવું દેખાડ્યું છે. જેમાં રીશી રાજેન્દ્ર શાહને 6.10 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો ઉલ્લેખ છે. તો સંઘવીએ 1.81 કરોડની હોમ લોન અને 21.73 કરોડની ઓટો લોન બાકી હોવાનો પણ એફિડેવિટમાં જણાવ્યું છે.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં હર્ષ સંઘવીએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી એ મુજબ તેઓ કરોડોની સંપતિ ધરાવે છે. જેમાં તેના પોતાના નામે 74,59,755 અને તેમની પત્નીના નામે 34,67,758 જેટલી સંપતિ છે. આ ઉપરાંત તેઓ 80 લાખ અને 23 લાખ જેટલી બજાર કિંમત ધરાવતા સુરતમાં બે એપાર્ટમેન્ટ ધરાવે છે. તેમની પાસે રૂ. 22 લાખની ટોયટા ફોર્ચ્યુનર છે, જ્યારે તેમની પત્ની પાસે રૂ. 5.59 લાખની માઈક્રા કાર છે.

હર્ષ સંઘવીએ મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કુલ 47,221 રૂપિયાનું રોકાણ કરેલુ છે. જ્યારે નેશનલ સેવિંગ સ્કીમ અને પોસ્ટલ સેવિંગમાં કુલ 17 લાખથી વધુનુ રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સોના-ઝવેરાતમાં કુલ 410,500નું રોકાણ કરેલુ છે, જેમાં તેના નામે 250,000 અને તેમની પત્નીના નામે 1,60,500 જેટલું રોકાણ છે. હર્ષ સંઘવી કૃષિ વિષયક જમીન ધરાવતા નથી. તેમજ તેમને કોઈ પણ પ્રકારની જમીન વારસામાં પણ મળેલી નથી. જોકે, તેમને 23 લાખ જેટલી રકમની મિલકત વારસા પેટે મળેલી છે અને તેમણે નાણાંકીય સંસ્થા અને બેંક પાસેથી કુલ 37 લાખની લોન લીધેલી છે.

READ ALSO

Related posts

Train accident: PM મોદીએ રેલ દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, મૃત્યુઆંક વધીને 288 થયો

Padma Patel

અમદાવાદ / ખાલિસ્તાનીઓએ આપેલી ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા, મહારાષ્ટ્રમાં ઝડપી પાડ્યું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ

Kaushal Pancholi

અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ

Kaushal Pancholi
GSTV