GSTV

દેશભરમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 718 લોકોના મોત

દેશભરના ઘણાં રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 718 લોકોના મોત નીપજ્યા છે. પૂરને કારણે સૌથી વધુ નુકસાન યુપી, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર-પૂર્વના રાજ્ય આસામ અને નગાલેન્ડમાં થયું છે. કેરળમાં ગત પચાસ વર્ષમાં પહેલીવાર આટલો ભારે વરસાદ નોંધાયો છે અને કેરળના 58માંથી 24 બંધોના દરવાજા ખોલવાની ફરજ પડી છે. વરસાદ અને પૂરને કારણે યુપીમાં અત્યાર સુધીમાં 171 લોકોના મોત નીપજ્યા છે. ગત ચોવીસ કલાકમાં યુપીમાં છ લોકોના મોત થયા છે. યુપીના બસ્તી જિલ્લાના ગામડાં પાણીમાં ઘેરાયેલા છે.

એનઈઆરસીનું કહેવાનું છે કે યુપીમાં 171, પશ્ચિમ બંગાળમાં 170, કેરળમાં 178 અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 139 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે વરસાદ અને પૂરને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 52, આસામમાં 44 અને નગાલેન્ડમાં આઠ લોકોના મોત નીપજ્યા છે.

વરસાદને કારણે ગાયબ થયેલા 26માંથી 21 લોકો કેરળના અને પાંચ લોકો પશ્ચિમ બંગાળના છે. વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 244 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આસામમાં 11 લાખ 45 હજાર લોકો વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે. દેશભરની 27 હજાર 552 હેક્ટર જમીનમાં પાકને પણ ભારે વરસાદથી નુકસાન થયું છે.

Related posts

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!