GSTV
Gujarat Government Advertisement

આર્થિક સરવે : 71 ટકા લોકોના મતે દેશની અર્થવ્યવસ્થા સુસ્ત અને બરબાદ કરી દેનારી

Last Updated on January 24, 2020 by Karan

કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21નું દેશનું બજેટ રજૂ કરશે. ભારતને અત્યાર સુધી દુનિયાની સૌથી તેજીથી આગળ વધતી અર્થવ્યવસ્થા ગણાઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી અર્થવ્યવસ્થા મોરચે કેન્દ્ર સરકારને એક પછી એક ઝાટકા લાગ્યા છે. વિપક્ષ પણ કેન્દ્ર સરકારને આ મુદ્દે ઘેરી રહી છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર ઘટીને 4.5 ટકા થઈ ગયો છે. જે 6 વર્ષનો સૌથી નીચા સ્તરે છે. ત્યારે બજેટ પહેલા આર્થિક મંદી, બેરોજગારીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. બજેટ પહેલા એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલે કરેલા સર્વેનું માનીએ તો 71 ટકા લોકો  હાલ દેશની અર્થવ્યવસ્થાને સુસ્ત અને બર્બાદ કરી દેનારી ગણાવી.

6 મહિનામાં આર્થિક મોરચે જનતાનો સરકાર પરથી ભરોસો ડગમગી ગયો છે. આ સર્વેમાં 29 ટકા લોકોએ કહ્યું કે અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં છે. અને ચિંતાનું કોઈ કારણ નથી તેવું જણાવ્યું. 32 ટકા લોકોએ કહ્યું કે પહેલાની સરખામણીમાં અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી છે. 18 ટકા લોકોએ કહ્યું કે ગ્રોથ નથી થઈ રહ્યો. અને 10 ટકા લોકોએ સ્પષ્ટ કહ્યું કે અર્થવ્યવસ્થા મોરચે ભારત બહુ પાછળ ધકેલાઈ ગયું છે.

સર્વેમાં 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીને લઈ પૂછાયેલા સવાલમાં 42 ટકા લોકોએ કહ્યું કે આ લક્ષ્ય હાંસિલ થઈ શકે છે. 34 ટકા લોકોનો એવો મત છે કે 2024 સુધી સંભવ નથી. જ્યારે 24 ટકા લોકોએ કંઈ ખબર નથી કહીને જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

તામિલનાડુ સરકારની મોટી જાહેરાત, કોરોના ડયુટી દરમ્યાન ‘શહીદ’ થયેલ 43 ડોક્ટર્સ-ફ્રન્ટલાઈન વર્કર્સના પરિવારને અપાશે 25-25 લાખ રૂપિયા

Pritesh Mehta

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત ઉપર મેળવાયું નિયંત્રણ, નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશેઃ સંજય રાઉત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!