GSTV

અહીં દેખાયો 700 કિલોમીટર લાંબો વીજળીનો શેરડો, બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ

વીજળી

Last Updated on June 27, 2020 by Bansari

આકાશમાં થતી વીજળી અંગે એક નવો રેકાર્ડ નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં સૌથી લાંબા સમય સુધી અને લાંબા અંતરના ફલેશ રેકોર્ડ કરવામાં આવ્યા હતાં. યુનાઇટેડ નેશન્સના હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આ બે કેટગરીમાં ગયા વર્ષે રેકોર્ડ કરવામાં આવેલા આ ફલેશ વર્લ્ડ રેકોર્ડ છે.

વીજળીનો વર્લ્ડ રેકોર્ડ

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએમઓ)ના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ મેગાફલેશ અગાઉના રેકોર્ડથી વધુ મોટા અને વધુ અંતર પસાર કરનારા હતાં. દક્ષિણ બ્રાઝીલમાં ગયા વર્ષે 31 ઓક્ટોબરે આકાશમાં થયેલી વીજળીની લંબાઇ 700 કિમી હતી. એટલે કે વીજળીની આ લંબાઇ બોસ્ટનથી વોશિંગ્ટન તથા લંડનથી સ્વિટ્ઝરલેન્ડના બસેલ જેટલી હતી.

આર્જેન્ટીનામાં 16 સેકેન્ડ સુધી દેખાઇ આસમાની ચમક

આ ઉપરાંત 4 માર્ચ, 2019ના રોજ થયેલી વીજળીનો સમય 16.73 સેકન્ડ નોંધવામાં આવ્યો હતો. આ અગાઉ જૂન, 2017માં થયેલી વીજળીનો સમય 321 કિમી લાંબી વીજળી નોંધવામાં આવી હતી. ઓગસ્ટ, 2012માં દક્ષિણ ફ્રાન્સમાં 7.74 સેકન્ડ સુધીનું રેકોર્ડ અત્યાર સુધીનો સૌથી વધારે હતો. ઉલ્લેખનીય છે કે 28 જૂને ઇન્ટરનેશનલ લાઇટિંગ સેફ્ટી ડે મનાવવામાં આવે છે.

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!