31 જાન્યુઆરીથી બે તબક્કામાં શરૂ થઈ રહેલા બજેટ સત્ર પર સંકટના વાદળ છવાયા છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા સંસદના 700 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. સૂત્રોની માહિતી મુજબ ચાર જાન્યુઆરી સુધી સંસદ પરિસરના 718 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 204 કર્મચારી તો રાજ્યસભા સચિવાલયના છે.

બાકીના કર્મચારીઓ પણ સંસદ સાથે જોડાયેલા છે. આ વચ્ચે વિશેષજ્ઞોનું કહેવું છે કે જ્યારે સંસદ સત્ર શરૂ થશે તે સમયે કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે. એવામાં બજેટ સત્ર પર સૌથી વધુ ખતરો રહેશે. ઓમિક્રોન અને કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે શરૂ થનારૂ બજેટ સત્ર હાલના ચોમાસુ સત્ર જેવા કોવિડ પ્રોટોકોલ હોઈ શકે છે.

મોનસૂન સત્ર 2020 જેવા લાગી શકે છે પ્રતિબંધો
ઓમિક્રોન અને કોરોનાના વધતા જતા કેસો વચ્ચે યોજાનાર બજેટ સત્ર પણ મોનસૂન સત્ર, 2020 જેવું જ હોઈ શકે છે. સપ્ટેમ્બર, 2020માં આયોજિત ચોમાસુ સત્રમાં સખત COVID-19 પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો. દિવસના પહેલા ભાગમાં રાજ્યસભાની બેઠક અને બીજા ભાગમાં લોકસભાની બેઠક ચાલી રહી હતી. આ પછી આગામી બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર તેમના પૂર્વ નિર્ધારિત સમય મુજબ યોજવામાં આવ્યું હતું. જો કે, આ સમય દરમિયાન પણ સામાજિક અંતર જેવા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જો કે, આ વખતે યોજાનાર બજેટ સત્રમાં કડક કોવિડ-19 પ્રોટોકોલ ફરી એકવાર લાગુ થઈ શકે છે.
Read Also
- Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર
- ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો