GSTV
Baroda Bharuch ગુજરાત ટોપ સ્ટોરી

ઉડતા ગુજરાત / ડ્રગ્સનું હબ બની રહ્યું છે ગુજરાત, એક જ દિવસમાં 700 કિલો સફેદ પાઉડર જપ્ત

ડ્રગ્સ

ગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. આજરોજ ગુજરાતની બે અલગ અલગ જગ્યાએથી કુલ 700 કિલો ડ્રગ્સ ઝડપાયુ છે. તેની કિંમત હજારો કરોડ રૂપિયામાં જાય છે. વડોદરાના સાવલી ખાતેની ફેક્ટરીમાંથી 200 કિલો જેટલુ ડ્રગ્સ ઝડપાયુ છે. જ્યારે અંકલેશ્વરમાંથી અંદાજે 500 કિલો જેટલુ સફેદ પાઉડર ઝડપાયુ છે. આમ કહી શકાય કે ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની રહ્યું છે.

 ડ્રગ્સ

વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં કેમીકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કાળુ કારોબાર થતો હતો. વડોદરા એટીએસ અને વડોદરા એસઓજીએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી 200 કરોડ જેટલુ ડ્રગ્સ કબ્જે કર્યું હતું.

નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કંપની કોરોનાની દવા હાઇડ્રોક્લોરો ક્વીન બનાવતી હતી અને તેની આડમાં નશીલા ડ્રગ્સ પણ બનાવતી હતી. ગઈકાલ રાતથી આ સર્ચ ઓપરેશન ચાલુ હતુ જેમાં સાવલી મોક્સી રોડ પર આવેલ GK માર્બલ કંપનીમાં દરોડા પાડતા જાણવા મળ્યુ કે, આ કંપનીમાં માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. મેગા ઓપરેશનમાં MD ડ્રગ્સ સાથે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

ડ્રગ્સ માટે ગુજરાત સેફ સ્ટેટ

ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે. આ તો ફક્ત ડ્રગ્સ પકડાયાના આંક છે . આ સિવાય ગુજરાતમાં જે પકડાતું નથી અને બારોબાર વેચાય છે એની તો વાત જ શીદ કરવી કારણ કે જે ડ્રગ્સ પકડાયું છે એ અબજો રૂપિયાનું છે. હર્ષ સંઘવી દારૂની જેમ ડ્રગ્સ પકડાય ત્યારે પોલીસના ગુણગાન ગાઈને પોલીસ અલર્ટ હોવાના ગાણાં ગાય છે પણ એ ભૂલે છે કે સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈ રહ્યું છે.

ગુજરાત એ સેફ ઝોન બની રહ્યું છે પોલીસની કામગીરીના વખાણ કરવા જરૂરી છે, પણ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે એમાં યે શંકાને સ્થાન નથી. અત્યાર સુધીના કિસ્સામાં ડ્રગ્સ બહારથી આવતું હતું. વડોદરામાંથી પકડાયેલું ડ્રગ્સ તો મેડ ઇન ગુજરાત છે જે ગોવા અને મુંબઈ સુધી સપ્લાય થતું હતું. આ કંપનીએ અબજો રૂપિયાનું ડ્રગ્સ અત્યારસુધી વેચાણ ના કર્યું હોય એમાં કોઈ માલ નથી.

ગુજરાતમાંથી જે પ્રકારે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એ જોતાં ગુજરાત પણ પંજાબની જેમ ઉડતા ગુજરાત ન બને તો નવાઈ નહીં. આજે ગુજરાતના વડોદરાના સાવલીમાં ગુજરાત એટીએસે 200 કિલો તો ભરૂચમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે મંગળવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડામાં ટીમે લગભગ 513 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.

અંકલેશ્વમાંથી 500 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું

ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ખાતેથી એક હજાર કરોડથી વધુના ડ્રગ્સનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી અંદાજે 500 કિલોથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયુ છે. એટીએસની સૂચનાના આધારે ભરૂચ એસઓજીએ ઓપરેશન હાથ ધરીને મસમોટા ડ્રગ્સના જથ્થાનો પર્દાફાશ થયો છે. 80થી 100 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હોવાનો અંદાજ છે.

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 16 સપ્ટેમ્બર 2021ના રોજ મુન્દ્રા પોર્ટ પરથી 3,000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું. ગુજરાતના ઈતિહાસમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હોવી એવી પ્રથમ ઘટના બની હતી. તેના પછીથી ડ્રગ્સ સામે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તેના પછીથી રાજ્યમાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. છેલ્લા એક વર્ષમાં ઝડાપેયલ ડ્રગ્સના જથ્થા પર એક નજર…

એક વર્ષમાં ગુજરાતમાં અગાઉ ઝડપાયેલ ડ્રગ્સ

  • 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

pratikshah

પીએમ મોદી-ઝેલેન્સકીની વાતચીતથી અમેરિકા ખુશ! કહ્યું- પુતિનને આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ થલગ કરી દીધા હતા

Hemal Vegda

પૂર્વ કોંગી નેતા જોડાયા આપમાં! AAPએ બે હજાર પદાધિકારીઓની કરી નિમણૂક, ભાજપના નેતાઓને ગણાવ્યા રાવણ જેવા અહંકારી

pratikshah
GSTV