GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ભારતમાં ઈતિહાસનુ સૌથી મોટુ પલાયન, 2 હજારથી પણ વધુ ટ્રેન દોડાવી છતા 70 ટકા પ્રવાસી મજૂરોની ઘરવાપસી બાકી

શ્રમિકો

કોરોનાની મહામારી વચ્ચે ભારતમાં ઈતિહાસનુ સૌથી મોટુ પલાયન આપણી નજર સામે જ જોવા મળી રહ્યુ છે. આઝાદી વખતે થયેલા ભાગલા કરતા પણ આ મોટુ સ્થળાંતર હોવાનુ ઘણા કહી રહ્યા છે. પ્રવાસી મજૂરો પોતાના વતનમાં જવા માટે હજી પણ અલગ અલગ રાજ્યોમાં તંત્રની કચેરીઓ સામે ભીડ લગાવી રહ્યા છે. રેલવે દ્વારા પ્રવાસી મજૂરો માટે અત્યાર સુધીમાં 2050 ટ્રેનો દોડાવાઈ છે છતા હજી પણ 70 ટકા પ્રવાસી મજૂરોની ઘરવાપસી બાકી છે.

રેલવે દરરોજ 300 જેટલી ટ્રેનો દોડાવવાની તૈયારીમાં

રેલવે દ્વારા 30 લાખ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. આમ છતા હજી લાખો લોકો પોતાના ઘરે જવા માટે ટ્રેનો, બસોની રાહ જોઈ રહ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, પંજાબથી માત્ર 30 ટકા જ પ્રવાસીઓ ઘરે પાછા ફરવામાં સફળ રહ્યા છે. રેલવેએ 30 લાખ લોકોને ઘરે મોકલવાની યોજના બનાવી હતી પણ એવુ લાગે છે કે, આ સંખ્યા અંદાજ કરતા ઘણી વધારે છે. એટલા માટે જ રેલવે દરરોજ 300 જેટલી ટ્રેનો દોડાવવા માટે તૈયારી કરી રહ્યુ છે.

સૌથી વધારે 636 ટ્રેનો ગુજરાતમાંથી પાછી ફરી

રેલવે મંત્રી પિયુષ ગોયેલે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં મજૂરોને લઈને સૌથી વધારે 636 ટ્રેનો ગુજરાતમાંથી પાછી ફરી છે. જે બીજા કોઈ પણ રાજ્ય કરતા વધારે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યો મજૂરોને ઘર સુધી પહોંચાડવા માટે ટ્રેનો ચલાવવા માટે સહયોગ કરી રહ્યા નથી.


READ ALSO

Related posts

અચાનક હજારોની સંખ્યામાં મરવા લાગ્યા ચામાચિડિયા, લોકોમાં ફેલાઈ રહ્યો છે આ ડર

Ankita Trada

Lockdownમાં એક્ટ્રેસે શૅર કર્યો Topless ફોટો, પોસ્ટ થતાંની સાથે ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ

Mansi Patel

લોકડાઉન 5.0 : ગુજરાતમાં આ ટ્રસ્ટ હસ્તકના 40થી વધુ મંદીરો ખુલવાની શક્યતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!