GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પીએમ કિસાન સ્કીમ સાથે જોડાયેલા 70 લાખ ખેડૂતોના બન્યા કાર્ડ, તમે પણ આ રીતે મેળવી શકો છો ફાયદો

મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્મન નિધિ સ્કીમ સાથે જોડાયેલા 70 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી દીધા છે. કેસીસીને 24 ફેબ્રુઆરીના પીએમ કિસાન સ્કીમ સાથે જોડીને આ સ્કીમના લાભાર્થીઓને કાર્ડ બનાવવુ સરળ કરી દીધુ છે. પીએમ કિસાન નિધિ સાથે કેસીસી સ્કીને લિંક થયા બાદ 75 લાખ કાર્ડ બનાવવા માટે આવ્યા હતા. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કેલાશ ચૌધરીએ જણાવ્યુ કે, 62,870 કરોડ રૂપિયાના રૂણ સીમાની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરી દીધા છે.

લગભગ 1.75 કરોડ લાભાર્થી થઈ ગયા

જેથી ખેતી કરવામાં ખેડુતોને મદદ મળશે. કારણ કે આમાં સૌથી સસ્તી લોન મળે છે. ચૌધરીએ કહ્યું કે, આની સાથે કેસીસીના લગભગ 1.75 કરોડ લાભાર્થી થઈ ગયા છે. તેમણે કહ્યું કે પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓ અને કેસીસી કાર્ડ ધારકોની સંખ્યામાં લગભગ 25 મિલિયન લોકોનો તફાવત છે. અમે દરેકને પૈસા આપવા માંગીએ છીએ.

કાર્ડ બનાવવાનુ સરળ

પહેલા બેન્ક ખેડૂતોને લેણ-દેણમાં આનાકાની કરતા હતા. મોદી સરકારે પીએમ-કિસાન સમ્માન નિધિથી જોડ્યા તો લોન લેવા માટે કાર્ડ બનાવવાનુ સરળ થઈ ગયુ છે. કારણ કે, તેમના રેવેન્યૂ રેકોર્ડ, બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડને કેન્દ્ર સરકાર પહેલાથી જ અપ્રૂવ્ડ કરી ચૂકી છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 15 લાખ કરોડ રૂપિયાનુ કૃષિ કરજ આપવાનો લક્ષ્ય રાખ્યો છે. સરકારની કોશિશ છે કે, કિસાન શાહુકારોથી મોટા વ્યાજ પર કરજ લેવા માટે મજબૂર થાય નહી.

મળશે સૌથી સસ્તી લોન

કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજનો દર 4 ટકા છે. સિક્ટોરિટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. સમય પર ચૂકવણી કરવા પર લોનની રકમ 3 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે.

આ રીતે બનાવો પોતાનુ કિસાન ક્રેડિટ કાર્ડ

  • સૌ પ્રથમ તમારે https://pmkisan.gov.in/ પર જવુ પડશે. આ વેબસાઈટમાં ફોર્મર ટેબની જમણી બાજુ ડાઉનલોડ કેસીસી ફોર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
  • તે થકી કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મને પ્રિંટ કર્યા બાદ તેને ભરવુ પડશે.
  • ત્યારબાદ ખેડૂત પોતાની નજીકની કોમર્શિયલ બેન્કમાં આ ફોર્મ ભરી જમા કરી શકે છે. કાર્ડ તૈયાર થઈ જવા પર બેન્ક કિસાનને જાણ કરશે. ફરી તેના એડ્રેસ પર મોકલી દેવામાં આવશે.
  • આ ફોર્મ નવા ક્રેડિટ કાર્ડ બનાવવા માટે અરજી કર્યા સિવાય હાજર કાર્ડની લિમિટ વધારવા અને બંધ પડેલા ક્રેડિટ કાર્ડને શરૂ કરવા માટે વપરાશમા લાવી શકાય છે.
  • એક પેજના આ ફોર્મને ભરવુ ખૂબ જ સરળ છે. જેમાં કિસાનને સૌ પ્રથમ પહેલા બેન્કનું નામ જેમાં આવેદન કરી રહ્યા છે તેનુ નામ અને શાખાની જાણકારી ભરવી પડશે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!