GSTV
Home » News » ગુજરાતનાં 70 ધારાસભ્યોને ઇન્કમટેક્ષ વિભાગે નોટીસ ફટકારતા પાટનગરમાં ભૂકંપ

ગુજરાતનાં 70 ધારાસભ્યોને ઇન્કમટેક્ષ વિભાગે નોટીસ ફટકારતા પાટનગરમાં ભૂકંપ

ગુજરાતના 40 ટકા એટલે કે 70 ધારાસભ્યોને ઇન્કમટેક્સ વિભાગે નોટીસો મોકલી છે. વિધાનસભાની ચૂંટણીમાં રજૂ કરવામાં આવેલી એફિડેવીટમાં વિસંગતતા હોવાથી આ નોટીસ આપવામાં આવી છે. જે ધારાસભ્યોને નોટીસ મળી છે તેમણે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે.

બન્ને પાર્ટીનાં MLAને ફટકારી નોટીસ

આવકવેરા વિભાગે ફટકારેલી નોટીસમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જો કે ક્યા ક્યા ધારાસભ્યોને નોટીસ મોકલવામાં આવી છે તેની વિગતો આપવાનો ઇન્કમટેક્સ વિભાગે ઇન્કાર કર્યો છે. આ ધારાસભ્યો જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો હતાં અને તે દરમિયાન તેમણે ભારતના ચૂંટણી પંચને મોકલેલી એફિડેવીટમાં કેટલીક વિસંગતતાઓ જોવામાં આવી છે.

ધારાસભ્યોએ નોટીસ મામલે પોતાનાં CAનો દામન પકડ્યો

સૂત્રોએ કહ્યું છે કે ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીનાં મળીને કુલ 70 ધારાસભ્યોને આ નોટીસ મોકલાઇ છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જેમને નોટીસ મળી છે તેવા ધારાસભ્યોનાં પગ નીચેથી જમીન ખસી ગઇ છે. તેમણે નોટીસનો જવાબ આપવા માટે તેમના આઇટી વિભાગની જવાબદારી સંભાળતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે.

નોટીસ મામલે CM રૂપાણી બોલ્યા કે…

ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો કે રાજકીય નેતાઓને એકસાથે નોટીસ મળી હોય તેવો પ્રથમ કિસ્સો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછતાં તેમણે કહ્યું હતું કે મને કોઇ નોટીસ મળી નથી પરંતુ મને ખબર છે કે બન્ને પાર્ટીના કેટલાક ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે. જન પ્રતિનિધિઓના રૂપમાં ઇન્કમટેક્સ વિભાગની પ્રક્રિયાનું પાલન કરવું અમારૂં કર્તવ્ય છે.

ચૂંટણી પંચે IT વિભાગને આપ્યો આદેશ

સીએમ રૂપાણીએ જણાંવ્યું કે, ભારતના ચૂંટણી પંચે આવકવેરા વિભાગને આદેશ આપ્યો હતો કે તમામ ઉમેદવારોની એફિડેવીટ ચેક કરવામાં આવે. આઇટી વિભાગે તથ્યોને સાબિત કરવા માટે આ નોટીસ પાઠવી છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે, એફિડેવીટમાં બતાવેલી નાણાકીય વિગતો અને આઇટી રિટર્નમાં કેટલીક વિગતો મનમેળ થતી ન હોય જેથી વિસંગતતાઓ હોવાનું માલૂમ પડ્યું છે.

ધારાસભ્યોમાં ગણગણાટ શરૂ થયો

ઇન્કમ ટેક્સની નોટીસના કારણે ગાંધીનગરમાં રાજનૈતિક ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો વચ્ચે નોટીસની બાબતમાં ચર્ચા શરૂ થઇ છે. ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને એ બાબતની પુષ્ટી કરી છે કે ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે પરંતુ ગુપ્તતાના નિયમોના કારણે ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવતા નથી.

Rabri Devi EC
surat rti election

એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે વિભાગના પસંદ કરાયેલા અધિકારીઓ વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી સતર્કતા ટીમનો હિસ્સો હતા. ઉમેદવારોએ એફિડેવીટ રજૂ કર્યા પછી તેની તપાસ શરૂ કરી હતી. જો કે ઇન્કમ ટેક્સ વિભાગે ધારાસભ્યોને વિસંગતતાઓ દૂર કરવા માટે સમય આપ્યો છે. જો સ્પષ્ટીકરણ અને ખુલાસા સુસંગત નહીં હોય તો કસૂરવાર ધારાસભ્ય સામે આઇટી એક્ટ હેઠળ પગલાં પણ ભરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!