GSTV
Home » News » પીએમ બનવું છે તો સાંતા ક્લોઝ બનો, 13 કરોડ મતદારો કરી રહ્યાં છે આ એક જ માગ

પીએમ બનવું છે તો સાંતા ક્લોઝ બનો, 13 કરોડ મતદારો કરી રહ્યાં છે આ એક જ માગ

2019ની લોકસભા ચૂંટણી પહેલા રાજકિય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સામાન્ય ચૂંટણી આડે હવે 100 દિવસ કરતા પણ ઓછો સમય બાકી છે. દર વખતે ચૂંટણી પહેલા અનેક પ્રકારનાં સર્વે કરવામાં આવે છે. જેમાં ઘણાં-બધા સવાલોને સાંકળીને લોકો પાસેથી જવાબો મેળવીને ભાવિ સમયનું આકલન કરી શકે છે. આ વખતે પ્રથમ વખત મતદાન કરનારા 13 કરોડ મતદારોનો મિજાજ કાંઈક અલગ જ છે. ખાનગી મીડિયા ગૃપે કરાવેલા એક સર્વેમાં 18થી 21 વર્ષની વચ્ચેનાં મતદારોનું મન કળવાનો પ્રયત્ન કરાયો. દેશનાં 13 કરોડ ફસ્ટ ટાઈમ વોટર્સનાં મનમાં કેવા કેવા મુદ્દાઓ છે. તેમનાં વિચારો શું છે તે જાણવાનો પ્રયત્ન કરાયો.

પુરા દેશમાં હાથ ધરાયેલા સર્વેમાં ઘણાં નિષ્કર્ષ ધારણાં પ્રમાણે જ હતાં. સામાજિક સુરક્ષાને ધ્યાને રાખતા મહિલાઓએ સુરક્ષાને ગંભીર મુદ્દો ગણાંવ્યો. જ્યારે પુરૂષોનું કહેવું છે કે નોકરી તરફ ધ્યાન આપવું જોઈએ. દર ત્રણમાંથી બે પુરૂષો અથવા 67 ટકા લોકોનું કહેવું છે કે આગામી સરકારે વધુમાં વધુ રોજગારનાં અવસર ઉભા કરવા જોઈએ. જ્યારે દર 100 માંથી 67 મહિલાઓનું કહેવું છે કે મહિલાની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ.

આ સર્વેમાં યુવાનોએ સસ્તા શિક્ષણની સાથે અનેક સુવિધા વધારવાની માગ કરી. ધાર્મિક હિંસા અને ખોટા વાયદાઓ સામે વિરોધ દર્શાવ્યો. અલ્પસંખ્યકોનાં અધિકાર અને જાતિય ઓળખની સ્વતંત્રતા જેવા મુદ્દા મુખ્ય મુદ્દાઓ રહ્યા. આ સર્વેમાં 44 ટકા મહિલાઓની સરખામણીએ 57 ટકા પુરૂષોએ રાજનિતીમાં રસ દાખવ્યો.

સર્વેમાં 13 ટકા પુરૂષોની રાજકિય મહત્વાકાંક્ષા રૂઢીચુસ્તતા તરફી જોવા મળી છે. જ્યારે 23 ટકા મહિલાઓએ આ વિચારધારાને વખોડી કાઢી. આ સર્વેમાં રસપ્રદ વાત એ જોવા મળી કે એક તૃતિયાંશ લોકો રાજકારણને લઈને ઉત્સાહિત જોવા મળ્યા. કેમ કે તેઓ આગામી ચૂંટણીમાં પ્રથમ વખત પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

ફસ્ટ ટાઈમ વોટર્સે જણાંવ્યું કે મત કોને આપવો તે રાજકિય પક્ષોની વિચારધારા પર આધાર રાખે છે. પીએમ પદને લઈને તેમણે કોઈ પણ વ્યક્તિને પસંદ કર્યા નથી.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સ્થાનિક લેવલે પુરૂષોમાં માત્ર 18 ટકા લોકલ પરિબળો અસર કરે છે.જો કે મહિલાઓ માટે આ સંખ્યા વધી જાય છે. કેમ કે માત્ર 10 ટકા મહિલાઓ જ લોકલ ફેક્ટરને ધ્યાને રાખીને મતદાન કરે છે. આ સર્વેમાં 40 હજાર માંથી કુલ 1324 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. આ સર્વેમાં તેમણે રાજનિતી અને નોકરી સિવાય ધર્મ અને મીડિયા સંબંધીત સવાલોનાં જવાબો આપ્યા હતાં.

READ ALSO

Related posts

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

Mayur

સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ સામે યૌન શોષણનો મામલો: IB, CBI અને દિલ્હી પોલીસ વડાને કોર્ટનું તેડું

Riyaz Parmar

અક્ષય કુમારે પીએમ મોદીનું ઇન્ટરવ્યૂ કરતા રાજનિતીમાં ગરમાવો, રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ધડબડાટી બોલાવી

Riyaz Parmar