મુંબઈમાં કોરોના ચેપથી પીડાતા દર્દીઓ ભાગી રહ્યાં છે. કેટલાંક દર્દીઓ મહિનાઓથી ગુમ છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના પી ઉત્તર બ્લોકમાંથી લગભગ 70 કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ ગુમ થયા છે અને તેમાંથી કેટલાકને પોલીસની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે. મલાડના પી નોર્થ વોર્ડમાંથી ૭૦ કોરોના પોઝિટીવ દર્દીઓ ગુમ હોવાનું જણાઇ આવતા પાલિક કમિશ્નર ઇકબાલ ચહલે તેમને શોધવામાં પોલીસની મદદ માગી હતી. અંતે આ ૭૦ દર્દીઓમાંથી ૨૭ દર્દીઓ મળી આવ્યા હતા. આશ્વર્યની વાત એ છે કે આમાંથી ઘણા લોકો ગુમ થયા નહોતા પણ પાલિકાના રેકોર્ડમાં કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર તેઓ શોધી શકાતા ન હોવાનો શેરો મારવામાં આવ્યો હતો. અન્ય વોર્ડમાં પણ આ પ્રકારના દર્દીઓ હોવાથી ચહલે પાલિકાના સ્ટાફને આ લોકોને પોલીસની મદદથી શોધવાનું જણાવ્યું છે આ માટે આવા દર્દીઓના સીડીઆર (કોલ રેકોર્ડ ડેટા)નો પણ ઉપયોગ કરવા જણાવ્યું છે.

બીએમસી અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિક સંસ્થાએ મલાડ પરામાં પી-ઉત્તર બ્લોકમાંથી ગુમ થયેલા લગભગ 70 કોવિડ -19 દર્દીઓની શોધખોળ માટે પોલીસની મદદ માંગી છે. મુંબઈ પોલીસની મદદથી અમે આમાંથી કેટલાક દર્દીઓ શોધી કાઢ્યા છે. આ દર્દીઓએ તપાસ માટે સેમ્પલ આપ્યા હતા અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બીએસએમના અધિકારીઓ તેમની માહિતી મેળવવા ગયા ત્યારે તેઓ મળ્યા ન હતા.
ખોટું અથવા અધૂરું સરનામું આપ્યું
કેટલાક દર્દીઓએ તેને ખોટું અથવા અધૂરું સરનામું આપ્યું હતું. જે શોધવાનું મુશ્કેલ છે. કેટલાક કેસોમાં દર્દીઓના મકાનને તાળુ મારેલું મળી આવ્યું હતું, જ્યારે કેટલાક રિપોર્ટ સકારાત્મક આવ્યા બાદ તેમના ફોન બંધ આવતાં હતા. કેટલાક દર્દીઓ છેલ્લા 2-3 મહિનાથી ગુમ છે. આ દર્દીઓ અન્યને પણ ચેપ લગાવી શકે છે, તેથી BMC પોલીસને તેમની શોધખોળ કરવામાં મદદ માંગી છે. પોલીસ, ગુમ થયેલા દર્દીઓને તેમના ફોન કોલ રેકોર્ડથી શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
ઘણા નામો ભૂલથી લીસ્ટમાં આવી ગયા
આ સંદર્ભે પોલીસના એક ઉચ્ચાધિકારીએ જણાવ્યું હતું. કે પાલિકા તરફથી અમને પી નોર્થ વોર્ડના દર્દીઓનું એક લીસ્ટ મળ્યું હતું જેમાંથી અમે ૨૭ દર્દીઓને શોધી કાઢયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસકર્મીઓ વિવિધ સ્થળે વ્યકિતગત જઇ આ લોકોના સીડીઆર રેકોર્ડસ મેળવી તપાસ કરવામાં આવી હતી. જે લોકોની ભાળ મેળવવામાં આવી છે. તેમાંથી ઘણા લોકો પોતાની રીતે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. જયારે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા નામો ભૂલથી લીસ્ટમાં આવી ગયા છે. આ સિવાય ઘણા લોકોએ જાણી જોઇને ખોટા મોબાઇલ નંબર અથવા સરનામાં આપ્યા છે જેથી તેમના પરિવારજનો ક્વોરન્ટાઇન થવાથી બચી શકે અથવા તેમને સામાજિક બહિષ્કારનો સામનો ન કરવો પડે.
આ સંદર્ભે એક નગરસેવક અનુસાર આ લીસ્ટ બનાવવામાં પાલિકા કર્મચારીઓએ અક્ષમ્ય બેદરકારી આચરી છે અને જે વ્યકિત સારવાર લઇ સાજી સારી થઇ ઘરે પહોંચી ગઇ છે. તેમના નામોનો પણ લીસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિકાના કર્મચારીઓએ આ લીસ્ટ બનાવવા પાછળ કોઇ મહેનત લીધી નથી અને તેથી આ સમસ્યા નિર્માણ થઇ છે.
- અમદાવાદની યાત્રાનું અનેરું આકર્ષણ, રથયાત્રા માટે 350 જેટલા સમાજો સાથે બેઠકો કરવામાં આવી
- અનોખી નદી/ એવી નદી જે પહાડોથી નીકળે છે, પરંતુ સમુદ્ર સુધી પહોંચતા પહેલા થઇ જાય છે ‘ગાયબ’
- દિલ્હી હાઇકોર્ટ: ‘પત્નીનું ભરણપોષણ એ સંપૂર્ણ જવાબદારી નથી, પરિસ્થિતિ બદલાય તો પરિવર્તન શક્ય.’
- Whatsapp પર આ 3 ફોટો અને Video મોકલ્યા તો ભરાશો! થઇ જશો જેલ ભેગા, ખાવા પડશે કોર્ટના ધક્કા
- BIG BREAKING: ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી કરી મંજૂર, આજે સાંજે પાંચ વાગ્યે થશે સુનાવણી