GSTV

ગુજરાત ભાજપના 70 નેતાઓ દિલ્હી જશે, રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયામાં ભાગ લેશે

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે વિધિવત રીતે જે.પી.નડ્ડા 20 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે ફોર્મ ભરવાના છે. જેમાં ગુજરાતથી વિજય રૂપાણી, નીતિન પટેલ ભૂપેન્દ્રસિહ ચુડાસમા, શંકર ચૌધરી જશવંત ભાભોર નેતા દિલ્હીમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતમાંથી 70 આગેવાનો કાલે યોજાનારી અલગ અલગ બેઠકોમાં પણ હાજરી આપશે.

ગુજરાત ભાજપાના આગેવાનો કાલે સાંજે દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપાની આયોજન બેઠકમાં ભાગ લેશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે દર વખતની જેમ આ વખતે ગુજરાત ભાજપના આગેવાનો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરશે. ઉપરાંત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાત ભાજપ કોર ગ્રુપની ટીમ દિલ્હી ઉપસ્થિત રહેશે.

READ ALSO

Related posts

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

Pravin Makwana

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan
Do NOT follow this link or you will be banned from the site!