7 વર્ષનો આ બાળક YouTube પરથી કમાય છે 1 અબજ 54 કરોડ રૂપિયા

તમારા લોકોમાં કદાચ જ કોઈ એવુ હશે કે જે યૂટ્યૂબ પર વીડિયો જોતુ નહી હોય. પરંતુ શું તમે જાણો છો કે યૂટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરનારું છે? તમને જાણીને હેરાની થશે કે યૂટ્યૂબ પર સૌથી વધુ આવક કમાવનાર એક 7 વર્ષનો બાળક છે, જે રમકડાંનો રિવ્યૂ કરે છે. આ બાળકનું નામ રેયાન છે અને તેની યૂટ્યૂબ ચેનલનું નામ Ryan ToysReview છે અને તેના સબ્સક્રાઈબરની સંખ્યા 17,314,022 છે.

જૂન 2017થી જૂન 2018 સુધી થઇ 22 મિલિયન ડૉલરની કમાણી

જાણીતી પત્રિકા ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનાર રમકડાંનો રિવ્યૂ યૂટ્યૂબ ચેનલની વાર્ષિક યાદીમાં નંબર વન પર રાખ્યો છે. ફોર્બ્સની રિપોર્ટ મુજબ, Ryan ToysReview નામની ચેનલે 1 જૂન 2017થી 1 જૂન 2018ની વચ્ચે કુલ 22 મિલિયન ડૉલર એટલેકે 1,54,89,10,000ની કમાણી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે આ ચેનલની આવક 11 મિલિયન ડૉલર એટલેકે લગભગ 77,44,05,500 રૂપિયા હતી. તમને જાણીને હેરાન થશો કે રેયાન લગભગ 4 વર્ષનો હતો જ્યારે આ ચેનલની શરૂઆત થઇ અને આટલી નાની ઉંમરે રેયાનના માતા-પિતાએ તેને યૂ-ટ્યૂબ પર ચેનલ બનાવવાની સલાહ આપી હતી.

વર્ષ 2015માં થઇ હતી ધમાકેદાર શરૂઆત

વર્ષ 2015ના જુલાઈમાં રેયાનનો એક વીડિયો વાયરલ થયો હતો અને તેની સાથે તેનું નસીબ ચમક્યું. વાયરલ થયેલા વીડિયોમાં રેયાને 100 કારવાળા રમકડાંનો રિવ્યૂ કર્યો હતો અને આ વીડિયોના વ્યૂજ 935 મિલિયન હતાં. તો હવે રેયાન પોતાની ચેનલ પર રમકડાંની સાથે-સાથે બાળકોને ખાવા-પીવાની ચીજવસ્તુનો રિવ્યૂ કરે છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં રેયાને વાલમાર્ટની સાથે ભાગીદારી કરી હતી, જેને રેયાન્સ વર્લ્ડ નામ રાખવામાં આવ્યું હતું. રેયાન્સ વર્લ્ડને વાલમાર્ટના અમેરિકાના 2500 સ્ટોર અને સાઇટ પર યાદી કરવામાં આવી હતી. રેયાનની ચેનલના 17 મિલિયન સબ્સ્ક્રાઇબર છે. રેયાનના રમકડાંનો રિવ્યૂ પણ તમે અહીં જોઇ શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter