GSTV
Trending Videos Viral Videos

વાયરલ વિડીયો / 7 વર્ષનો છોકરો પ્રોફેશનલ પાયલોટની જેમ મોજથી ચલાવે છે વિમાન, લેંડિગ સમયે પીવે છે કોફી

વાહન શીખવાની અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પણ એક ઉંમર હોય છે પરંતુ 7 વર્ષનો એક બાળક  વિમાન ઉડાડતો હોય તેવા વીડિયો અને ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જો કે તેની સાથે એક પ્રોફેશનલ પાઇલોટ જોવા મળે છે પરંતુ બાળકની કાબેલિયત અને એકાગ્રતા જોઇને સૌ કોઇ દંગ રહી જાય છે.

એક મિની પ્લેનમાં પાયલોટ બાજુની સીટ પર 1 વડિલ પણ બેઠા છે. હોટ સિટ પર બેઠેલો બાળક આકાશમાં પ્રોફેશનલ પાયલટની જેમ પ્લેનને ટ્રીટ કરે છે. આ દરમિયાન તે કંટ્રોલરુમ સાથે વાત કરતો પણ જણાય છે. તેના ચહેરા પર કોઇ જ તણાવ જોવા મળતો નથી. હળવા મૂડમાં લેંડિગ સમયે કોફી પીતો રહે છે. યુ ટયૂબ પર એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે જેના પર એવિએશનને લગતા જબરદસ્ત વીડિયો શેર કરવામાં આવે છે.

આ વીડિયો નવેમ્બર 2021માં અપલોડ કરવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ કોઇનું ધ્યાન પડતા ફરી વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવા વીડિયો મનોરંજન ખાતર બનાવવામાં આવે છે. વિમાનની આ ઉડાણ અમેરિકાના શિકાગો ઓરોરા એરપોર્ટ પરથી ભરવામાં આવી હતી. 

MUST READ:

Related posts

ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Hemal Vegda

દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ

Damini Patel

શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય

Hemal Vegda
GSTV