ભણવાની જગ્યાએ પબ્જી રમતા હિંમતનગરના 7 વિદ્યાર્થીઓની કરાઈ અટકાયત

હિંમતનગરમાં પ્રતિબંધિત રમત પબજી રમતા 7 જેટલા લોકોની અટકાયત કરી છે. હિંમતનગરની પોલીટેકનિક કોલેજ નજીકની એક હોસ્ટેલમાંથી 7 વિદ્યાર્થીઓને પબજી રમતા પકડાયા છે. જોકે ગઇકાલે જ જીલ્લા કલેકટર દ્વારા આ રમત પર પ્રતિબંધનું જાહેરનામું બાહર પાડયુ હતુ અને બીજા દિવસેજ ફરમાનનો ભેગ કરનારાઓની ધરપકડ કરાઇ છે. પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ કોલેજે 150 વિદ્યાર્થીઓને રમાડી હતી ગેમ

શાળા-કોલેજના બાળકો પબજી ગેમ ન રમે તે માટે સરકારી પરિપત્રની અમદાવાદમાં ઐસી તૈસી થતી જોવા મળી છે. કારણ કે આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે 150 વિદ્યાર્થીઓને પબજી ગેમ રમાડી છે. જોકે હવે આ મામલે સામાજિક કાર્યકરે સરકાર, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને અરજી કરી છે.

આ ગેમના દુષણથી વિદ્યાર્થીઓ પર અનેક નકારાત્મક અસર પડે છે. અને કોલેજ આ ગેમને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ સાથે કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સાથે જ કોઈ કોલેજમાં આ પ્રકારની ગેમ ન રમાય તેવી પણ માંગ કરવામાં આવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter