GSTV
Gujarat Government Advertisement

લ્યો બોલો! દેશના એવા 7 રાજ્યો જ્યાં જનસંખ્યા કરતાં પણ વધુ છે આધારકાર્ડ ધારકો, આ છે કારણ

આધાર

Last Updated on February 7, 2020 by Bansari

સાત રાજ્યોમાં 31 ડિસેમ્બર 2019 સુધી અંદાજિત વસ્તીની તુલનામાં વધુ આધાર ધારકો હોવાની વાત સામે આવી છે. આ અંગે ગુરુવારે રાજ્યસભામાં જાણકારી આપવામા આવી. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય મંત્રી સંજય ધોત્રેએ જણાવ્યું કે તેના માટે મૃતક આધાર ધારકોને જવાબદાર ન ઠેરવી શકાય, કારણ કે તેઓ તેમાં પહેલાંથી જ જોડાયેલુમ છે. તેમણે કહ્યું કે તેની પાછળનું કારણ વસ્તીની અંદાજિત સંખ્યામાં ભૂલ અને લોકોનું પલાયન હોઇ શકે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઇ એવી જાણકારી છે કે કેટલા રાજ્યોમાં વસ્તી કરતાં વધુ આધાર કાર્ડ ધારક છે. તેમણે આ અંગે જવાબ આપતાં કહ્યું કે, એવા સાત રાજ્યો છે જ્યાં વસ્તીની અંદાજિત સંખ્યા કરતાં વધુ આધારકાર્ડ ધારક છે. ધોત્રએ એક અન્ય પ્રશ્નના જવાબમાં કહ્યું કે, M-SIPS યોજના અંતર્ગત સેમીકંડક્ટર FABની સ્થાપના માટે કોઇ પ્રસ્તાવ નથી મળ્યો.

જણાવી દઇએ કે સરકાર આ મહિનાથી જ આધાર ડિટેલ આપવા પર તરત જ ઑનલાઇન પેન કાર્ડ જારી કરવાની સુવિધા શરૂ કરશે. બજેટ 2020-21માં એક સિસ્ટમ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત આધારના આધારે ઇ-પાન કાર્ડ તરત જ આપી દેવામાં આવશે.

ઈ-પાનકાર્ડ માટે સરકારનો સૌથી મોટો નિર્ણય

મહેસૂલ સચિવ અજયભૂષણ પાંડેએ કેવી રીતે ઓનલાઇન પાન કાર્ડ મેળવી શકાશે તેની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ ટેક્સ વિભાગની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તેમાં આધાર નંબર નાખવાનો રહેશે. આધાર નંબર નાખવાથી આધાર સાથે સંકળાયેલા મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ(ઓટીપી) મોકલવામાં આવશે. આધારની વિગતો ચકાસવા માટે આ ઓટીપી  મોકલવામાં આવશે. ત્યારબાદ તાત્કાલિક પાન ઇશ્યુ થઇ જશે અને ઇ-પાનકાર્ડ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવી શકાશે. 

સરકારે પાનકાર્ડને આધાર સાથે જોડવું ફરજિયાત બનાવી દીધું હોવા છતાં ૨૭ જાન્યુઆરી, ૨૦૨૦ સુાૃધીમાં ૧૭.૫૮ કરોડ પાનધારકોએ પોતાના પાનને આધાર સાથે લિંક કર્યુ નથી. પાનને આધાર સાથે લિન્ક કરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૦ રાખવામાં આવી છે. 

નવી સુવિધાથી કરદાતાઓને ફોર્મ ભરવા અને આવકવેરા વિભાગમાં તેને જમા કરાવવાથી રાહત મળશે અને આવકવેરા વિભાગને પણ પોસ્ટ દ્વારા ગ્રાહકોને પાનકાર્ડ પહોંચાડવાના કાર્યમાંથી મુક્તિ મળશે. 

Read Also

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!