જમ્મુની જેલમાં બંધ 7 પાકિસ્તાની કેદીઓને દિલ્હીની તિહાડમાં કરો શિફ્ટ, સરકારને લાગ્યો ડર

પુલવામા આતંકી હુમલા બાદ દેશની જેલમાં બંધ પાકિસ્તાની કેદીઓને લઇને પણ સરકાર સતર્ક છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે જમ્મુની જેલમાં બંધ સાત પાકિસ્તાની કેદીઓને સુરક્ષા કારણોથી દિલ્હીની તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવે. રાજ્ય સરકારનો આરોપ છે કે પાકિસ્તાની કેદીઓ અન્ય સ્થાનિક કેદીઓને ગુમરાહ કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો છે. જમ્મુ-કાશ્મીર સરકારનું કહેવું છે કે જો તિહાડ જેલમાં મોકલવું સંભવ ન હોય તો તેમનું હરિયાણા અને પંજાબની બીજી કડક સુરક્ષાવાળી જેલમાં સ્થળાંતર કરવું જોઇએ. જેના પર કોર્ટે કહ્યું કે તમામ બાબતો પર વિચારણા હાથ ધરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter