GSTV

આ છે ભારતના એવા 5 સ્થળો જ્યાં ભારતીયોના જ પ્રવેશ પર છે પ્રતિબંધ!

તમને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘મર્દ’નો તે સીન તો યાદ જ હશે જેમાં શ્વાન અને ભારતીયોને અંગ્રેજોની હોટલમાં જતાં રોકવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એવા કેટલાંક સ્થળો છે જ્યાં ભારતીયોના જવા પર જ પ્રતિબંધ છે. જો તમે વિચારી રહ્યાં હોવ કે આ સ્થળ ભારત સરકારના કોઇ સિક્રેટ પ્રોજેક્ટ સાથે સંબંધિત છે તેથી અહીં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ છે તો તમને જણાવી દઇએ કે તેવું નથી.

હકીકતમાં આ પાંચ સ્થળ એવા છે જ્યાં અન્ય દેશોના લોકોનું સ્વાગત તો કરવામાં આવે છે પરંતુ ભારતીયોની અહી છે નો એન્ટ્રી. જો કે ભારતમાં કાયદા માટે બધુ જ સમાન છે. પરંતુ આ પાંચ સ્થળ આપણા જ દેશમાં આવેલા છે પરંતુ આપણે અહી જઇ શકતા નથી.

ફ્રી કસૌલ કેફે (કસોલ)

Image result for free kasol cafe

ગરમીઓની રજાઓ ગાળવા માટે અનેક લોકો હિમાચલ પ્રદેશ પર પસંદગી ઉતારે છે પરંતુ કેટલાક લોકો એ નહી જાણતા હોય કે અહી સ્થિત ક રેસ્ટોરન્ટ એવી છે જ્યાં ભારતીયોના પર્વેશ પર પ્રતિબંધ છે. આ રેસ્ટોરન્ટ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે એક ભારતીય મહિલાને અહી પ્રવેશ આપવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. તે પછી આ મહિલાએ કરેલી પોસ્ટ વાયરલ થઇ ગઇ હતી. કસૌલને મિની ઇઝરાયલ પણ કહેવામાં આવે છે કારણ કે અહીં અનેક ઇઝરાયલી લોકો રજાઓ ગાળવા માટે આવે છે.

UNO-IN હોટલ(બેંગલોર)

Image result for uno in hotel bangalore

આ હોટલ જાપાનીઓની હોટલ હતી, જેને ગ્રેટર બેંગલોર સીટી કોર્પોરેશને રંગભેદના આરોપસર બંધ કરાવી દીધી. અહી ભારતીયોને પર્વેશ ન આપવાની અનેક ફરિયાદો મળી હતી.

અંજાન હોટલ (ચેન્નઇ)

આ હોટલને અંજાન હોટલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ હોટલનું ખરેખર કોઇ નામ નથી. એક સ્થાનિક અખબારે આ અંગે જાણકારી આપી હતી જેમાં ફક્ત વિદેશી પાસપોર્ટ ધારકો જ રહી શકે છે. કેટલાંક લોકો તેની ઓળખ ‘હાઇલેન્ડ’ હોટલ તરીકે આપે છે. તો કેટલાંક લોકો પૂર્વ નવાબના ઘર ‘બ્રોડલેન્ડ લૉજ’ તરીકે પણ ઓળખાવે છે.

ફોરેનર્સ ઓનલી બીચ (ગોવા)

Image result for foreigners beach in goa

ગોવાના અનેક બીચો પર ભારતીયો પર પ્રતિબંધ છે. અહી ફક્ત વિદેશીઓ જ એન્ટ્રી કરી શકે છે. તેઓ અહી સ્વચ્છંદ થઇને ફરે છે.

ફોરેનર્સ ઓનલી બીચ (પોંડીચેરી)

Image result for foreigners beach in pondicherry

આ કેન્દ્ર શાસિત રાજ્યામાં ફ્રેન્ચ લોકોની અવર-જવર વધુ છે. અહીના ફોરેનર્સ ઓનલી બીચ પર ભારતીયોના જવા પર પ્રતિબંધ છે.

Related posts

સિંગાપુરમાં 1 વર્ષની નાની બાળા બની કોરોનાગ્રસ્ત, નવા 72 કેસમાં 2 ભારતીય લોકો

Karan

ઈટલીમાં કોરોનાવાયરસથી હાહાકાર: મોતનો આંકડો 10 હજારને પાર

pratik shah

લૉકડાઉન: ગામડે જવા માટે ચાલતા ચાલતા નિકળ્યો, 200 કિમી પુરૂ કર્યા બાદ મોતને ભેટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!