GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

રાજ્યમાં વીજળી પડવાથી સાત લોકોના મોત, કેશોદમાં ખેતરમાં કામ કરતા મજૂરો પર વીજળી પડતા 11 ઘાયલ

બોટાદના સરવઇ અને લાઠીદડ વચ્ચે આવેલી વાડીમાં વીજળી પડતા ત્રણના મોત થયા છે. ભાવનગર રોડ પર આવેલી વાડીમાં ખેડૂત કામ કરતો હતો તે સમયે અચાનક વીજળી પડતા ખેડૂત અને પાંચ વર્ષની બાળકીનું મોત થયું. બને મૃતકોને પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સરવઇ ગામે પણ સિમ વિસ્તારમાં વીજળી પડતા 17 વર્ષીય યુવતીનું મોત થયું.

ખંભાળિયા તાલુકામાં આકાશી વીજળી પડતા બેનાં મૃત્યુ

ખંભાળિયા તાલુકામાં આજરોજ મંગળવારે વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે ખંભાળિયા પંથકમાં વીજળીના કારણે વ્યાપક નુકશાની થયાના સમાચારો પણ સાંપડ્યા છે. ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે રહેતા ખેડૂત પરિવારના કેટલાક સદસ્યો આજરોજ બપોરે તેમની વાડી હતા ત્યારે આકાશી વીજળી પડતા બેનાં મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે યુવતિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

બન્ને મૃતદેહને ખંભાળિયાની હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા

આ સ્થળે ધડાકાભેર વિજળી પડતા પાબીબેન સગાભાઈ ડાંગર નામના 35 વર્ષના પરણિત મહિલા તથા તેમની સાથે રહેલા તેમના ભત્રીજી કોમલબેન કરશનભાઈ ડાંગર નામની 20 વર્ષની યુવતીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આટલું જ નહીં તેમની સાથે રહેલા મંજુબેન ખીમાણંદભાઈ ડાંગર (ઉ. વ. આ. 30) તથા કંચનબેન કરસનભાઈ ડાંગર (ઉ. વ. 20) ઉપર પણ વીજળી પડતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બનતા બન્ને મૃતદેહને ખંભાળિયાની હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ બનાવે ખેડૂત પરિવાર તથા નાના એવા વિરમદળ ગામમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

અજાબ અને રાણીંગપરા ગામે વીજળી પડી

કેશોદમા અજાબ અને રાણીંગપરા ગામે વીજળી પડી અને અજાબ ગામમાં મકાન પર વીજળી પડી જેના કારણે મકાનમાં તીરાડ પર પડી હતી. જોકે ઘરના સભ્યોને કોઈ જાનહાની નથી પહોચી. પરંતુ રાણીંગપરામાં ખેતરમાં કામ કરતા 11 મજૂરો પર વીજળી પડી. જેથી તેઓ ઘાયલ થયા હતા અને તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે આ મામલે સીવીલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. કારણ કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા એકજ બેડ પર 2 દર્દીઓને સુવડાવવામાં આવ્યા હતા.

રાકા ગામે વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા માતા-પુત્રનાં મોત

તો આ તરફ સાંજે જામનગરના લાલપુરમાં આવેલા રાકા ગામે વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા માતા-પુત્રનાં મોત થયા છે. આ કુલ રાજ્યમાં વીજળી પડવાથી સાત લોકોના જીવ ગયા છે.

વાડી વિસ્તારમાં બાંધેલી ભેંસનું મોત

પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે ગાજવીજ સાથે વરસાદ વરસતા અહીયા વીજળી પડી છે અને વીજળી પડવાને કારણે એક ભેંસનું અહીયા મોત થયું છે. ઠાડચ ગામે આવેલ વાડી વિસ્તારમાં બાવળના વક્ષ પર વીજળી પડી હતી. જેથી વાડી વિસ્તારમાં બાંધેલી ભેંસનું મોત નિપજ્યું છે.

ઝાડ પર વીજળી પડતા આગ લાગી

અરવલ્લીના મેઘરજના ઓઢા કસાણા ગામે ઝાડ પર વીજળી પડતા આગ લાગી હતી. વીજળી પડવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કોઇ જાનહાની થઈ નથી.

READ ALSO

Related posts

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પડ્યો ભૂવો, ફાયબર ફ્લોરિંગમાં અચનાક પડ્યું ગાબડું

pratik shah

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, વેરાવળ, સુત્રાપાડા, તાલાલા સહીત સમગ્ર પંથકમાં ભારે વરસાદ

pratik shah

રિલાયન્સનું મેગા પિક્ચર, JIO નવી પેઢીની લાઈફલાઈન બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!