GSTV
India News ટોપ સ્ટોરી

Big Breaking / યોગી આદિત્યનાથની કેબિનેટમાં સામેલ થયા 7 મંત્રી, આ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા

ઉત્તર પ્રદેશની યોગી સરકારના કેબિનેટનું વિસ્તરણ રવિવારે રાજભવનમાં થયુ. UPA સરકારમાં મંત્રી રહેલા જિતિન પ્રસાદ, પલતુ રામ સહિત સાત નવા ચહેરાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વર્તમાન યોગી સરકારનું આ છેલ્લું કેબિનેટ વિસ્તરણ માનવામાં આવે છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતથી લખનૌ પરત ફર્યા બાદ રવિવારે બપોરે મંત્રીમંડળ વિસ્તરણ અંગે માહિતી આપવામાં આવી હતી. લાંબા સમયથી યોગી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે અટકળો ચાલી રહી હતી, જેનો આજે અંત આવ્યો.

યોગી કેબિનેટનું વિસ્તરણ રવિવાર થયું. તેમા જે ચહેરોઓને જગ્યા મળી, તેમા જિતિન પ્રસાદ, સંગીતા બિંદ, છત્રપાલ ગંગવાર, પલટૂ રામ, દિનેશ ખટીક, સંજીવ કુમાર ગોંડ અને ધર્મવીર પ્રજાપતિનું નામ સામેલ છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટ વિસ્તરણ થઈ રહ્યું છે

કહેવામાં આવી રહ્યું છે કે આ કેબિનેટ વિસ્તરણ આગામી વર્ષે યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આમાં જાતિગત સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

જૂના મંત્રી એકેયને છૂટા કરાશે નહીં, કેબિનેટનો વિસ્તાર કરશે

કહેવામાં આવી રહ્યું છે કે 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓને સામેલ કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ જૂના મંત્રીને મંત્રીમંડળમાંથી છૂટા કરવામાં આવશે નહીં. કેબિનેટમાં નવા મંત્રીઓનો સમાવેશ કરીને, રાજ્યની ભાજપ સરકાર જાતિ અને પ્રાદેશિક સમીકરણોને સંતુલિત કરવાની વ્યૂહરચના છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ બ્રાહ્મણ નેતા છે. તેમને મંત્રીમંડળમાં સ્થાન આપીને, ભાજપ બ્રાહ્મણ મતદારોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. સંગીતા બિંદ નિષાદ પાર્ટીમાંથી છે. આ સિવાય છત્રપાલ ગંગવાર કુર્મી, પલ્તુ રામ ખાટીક, દિનેશ ખાટીક અને કૃષ્ણ પાસવાન દલિત જાતિમાંથી આવે છે. આ બધા નેતાઓ દ્વારા, બ્રાહ્મણો અને દલિતોને તેમના સુધી પહોંચવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.

Read Also

Related posts

મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ

Zainul Ansari

મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

Zainul Ansari

છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી

Zainul Ansari
GSTV