સુરતમાં એક્ઝિબિશનમાંથી 7 લાખના હીરાની ચોરી, CCTVમાં ચોર થયો કેદ

સુરતમાં આયોજિત ધી ગુજરાત સધર્ન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્પાર્કલ એક્ઝિબિશનમાં લાખો રૂપિયાના હીરાની ચોરી થઈ છે. એક્ઝિબિશનમાં કડક સુરક્ષાની વ્યવસ્થા હોવા છતાં હીરાની ચોરી થઈ છે. એક્ઝિબિશનમાં તાડ ડાયમંડ નામના જવેલરી સ્ટોરમાં છ લાખના હીરાને સરકાવી એક શખ્સ ફરાર થઈ ગયો. ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપવનાર શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. આ એક્ઝિબિશનની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે ચોરીની ઘટનાના ભેદને ઉકેલવા કવાયત હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter