GSTV

Innovation / વાઈ-ફાઈ, ગુગલ મેપ્સ, પેસ મેકર, બ્લેક બોક્સ : ઓસ્ટ્રેલિયાએ જગતને આપી છે 7 અનોખી શોધ

Innovation

Last Updated on September 30, 2021 by Lalit Khambhayata

આજે એવી વસ્તુઓની વાત કરવી છે જેના વગર આપણી રોજિંદી જિંદગી જીવવાની તકલીફ પડે. જાણે-અજાણ્યે આપણે તે બાબતોનો ઉપયોગ કરીએ છીએ. રસ્તે ચાલવાનું, ઈન્ટરનેટ વાપરવાનું, હૃદય ધબકારા ચૂકે ત્યારે શ્વાસ લેવાનું – આટલી બાબતોનો પરોક્ષ રીતે જ ઉપયોગ કરીએ છીએ. રસપ્રદ વાત એ છે કે, આ સાતેય શોધ ઑસ્ટ્રેલિયા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે તે શોધનાર ઑસ્ટ્રેલિયાના હતા યા તો તેમની કર્મભૂમિ ઑસ્ટ્રેલિયા હતી. ચાલો તો તે આવિષ્કારની સાથે જે-તે વસ્તુ વિશે પણ મજેદાર જાણાકારી મેળવીએ.

આજના મનુષ્યની તાતી જરુરિયાત વાઈફાઈ

આજે કોઈ હોટલ કે જાહેર સ્થળે કે હવે તો કોઈના ઘરે પણ લોકો ફરવા-મળવા જાય ત્યારે પાણી, મોબાઈલનું ચાર્જર અને ત્રીજી બાબતની પૂછા કરાતી હોય તો એ છે વાઈ-ફાઈની! હવે તો સરકાર પણ નાગરિકો માટે એરપોર્ટ ને રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળે ફ્રિ વાઈ-ફાઈ ગોઠવી રહી છે. વાઈ-ફાઈના ટૂંકા નામે પ્રચલિત વાયરલેસ ફિડિલિટી આજે આખી દુનિયામાં ફેલાયેલું છે. આ વાઈ-ફાઈની શોધ ઑસ્ટ્રેલિયાના એન્જિનિયર જૉન ઓ સુલિવને કરી છે. વાત એમ છે કે, જૉન ઓ સુલિવન CSIRO (કૉમનવેલ્થ સાયન્ટિસ્ટ ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ)માં નોકરી કરતા હતા એ દરમ્યાન તેમની ટીમે વાઈફાઈ નેટવર્કની શોધ કરી હતી. આ સમયગાળો હતો વર્ષ 1992થી 1996નો. જોકે, સુલિવનને શોધની ક્રેડિટ એ માટે આપવામાં આવે છે કે, તેમણે આ શોધમાં થોડો ફેરફાર કરીને, વાઈફાઈની સ્પીડ વધારી અને તેને વધું સારું  બનાવ્યું હતું. 1997ની સાલમાં 802.11 પ્રોટોકોલનું પહેલું વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું હતું જેની સ્પીડ 2Mbit/s હતી. તેના પછી 1999ની સાલમાં અપડેટ કરીને તેની સ્પીડ 11 Mbit/s કરી નાખવામાં આવી. અને આજે આપણી પાસે 900 Megabytes/sની સ્પીડ અવેલેબલ છે.

ગુગલ મેપ હૈં ના મેરે પાસ!

પહેલાના જમાનામાં રસ્તો ભૂલી જવાય તો માણસને પૂછા કરાતી, હવે મશીનને કરાય છે. વાહનમાં કે રસ્તે ચાલતી વખતે ગોટે ચડેલો માણસ મોબાઈલની મદદ લે છે. મેપ ઑપન કરીને તેનું ડેસ્ટિનેશન લોકેશન ટાઈપ કરે છે. મેપમાં પણ સૌથી વધારે વપરાશ અત્યારે ગુગલ મેપ્સનો થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ગુગલ મેપ્સ ગુગલનું નહોતું. તે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં કંપની ચલાવતા બે ભાઈઓ લાર્સ રાસમુસેન અને યેન્સ રાસમુસેને બનાવ્યું હતું. આ બંને ભાઈઓ મૂળ ડેનમાર્કના હતા. તેમની સાથે ઑસ્ટ્રેલિયાના મિત્રો નીલ ગૉર્ડન અને સ્ટીફન મા હતા. આ વાત 2003ની આસપાસની છે.

google

ચારે મિત્રોએ મેપ્સની બે ટેક્નોલોજી બનાવી હતી. એકમાં યૂઝર્સ તેને અલગથી ડાઉનલોડ કરી શક્તા અને બીજી ટેકનિક સંપૂર્ણ વેબ-બેઝ્ડ હતી. તે આઈડિયા તેમણે ગુગલ મેનેજમેન્ટને પીચ કર્યો. 2004ની સાલના ઑક્ટોબર મહિનામાં ગુગલે આ ચારેય મિત્રોની કંપની હસ્તગત કરી લીધી અને આ મેપનું નામ થઈ ગયું ગુગલ મેપ્સ. એ જ રીતે ગુગલે જીઓસ્પેસલ(ભુસ્તરીય) ડેટા વિઝ્યુલાઈશેન કંપની ‘કિહોલ’ ખરીદી જેને ગુગલ મેમ્સમાં સંકલિત કરી ને તેનું થયું ‘ગુગલ અર્થ’. હવે ગુગલને જરૂર પડી રિઅલટાઈમ ટ્રાફિક દર્શાવી શકે તેવી ટેકનિકની જે માટે તેણે ઝીપડેશ નામની કંપની ખરીદી. તેને પણ ગોઠવ્યું ગુગલ મેપમાં.

પરમનન્ટ વિમાની જાસૂસ બ્લેક બૉક્સ!

પેસેન્જર હોય કે કાર્ગો હોય કે ફાઈટર પ્લેન હોય તેની સાથે દુર્ઘટના થાય છે ત્યારે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી સૌથી પહેલા તેની અંદર રાખેલા બ્લેક બૉક્સને શોધે છે. કેમ? કેમ કે જેને ‘ફ્લાઈટ ડેટા રેકોર્ડર કહેવાય’ તે બ્લેક બૉક્સ વિમાનની ઉડાન દરમ્યાન તેના સાથે જોડાયેલી તમામ પ્રકારની ગતિવિધી પર નજર રાખે છે. જેમ કે, વિમાનની દિશા, ઉંચાઈ, ગતિ, ટર્બ્યુલન્સ, કેબિનનું તાપમાન, વગેરે.

બ્લેક બૉક્સ અંત્યત મજબૂત ધાતુ ટાઇટેનિયમથી બનેલું હોય છે. જેથી ગમે તેટલી ઊંચાઈ પરથી જમીન પર પડતા કે દરિયામાં ખાબકતા તેને ન્યુનતમ્ નુક્શાન થાય છે. આ બ્લેક બૉક્સ 1950ની સાલમાં ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનિક અને એરોનોટિકલ રિસર્ચર ડેવિડ વૉરેને શોધ્યું હતું. વાત એમ છે કે, ડેવિડ વૉરેનના પિતાનું 1934ની સાલમાં પ્લેન અકસ્માતમા મૃત્યુ થયું હતું. એ વખતે વિમાન સાથે આકાશમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થાય તો તેની છાનબીન કેમ કરવી, કઈ ભૂલ હતી કે જે બીજી વાર ન થાય તે ચકાસવાનો કોઈ ઉપાય નહતો.

શરૂઆતમાં લાલ રંગના બૉક્સના કારણે તેને ‘રેડ એગ’ કહેવામાં આવતો હતો. ત્યાર બાદ અંદરની બાજુનો રંગ કાળો હોવાના કારણે આ ડબ્બાને બ્લેક બૉક્સ કહેવાનું શરૂ થયું. હજુ પણ તેનો બહારનો રંગ ગુલાબી યા તો લાલ રંગનો રાખવામાં આવે છે જેથી ઉપરથી પડ્યા પછી ઝાડી ઝાંખરામાં કે ધુળ-માટીથી રગડાયેલો હોવા છતાં તે દૂરથી દેખાઈ જાય.

હૃદયનું ધબકતું રાખતું પેસમેકર

હૃદય સંબંધિત બીમારી માટે મેડિકલ સાધન પેસમેકરનો ઉપયોગ થાય છે, જેનું સંચાલન બેટરી દ્વારા થાય છે. ડૉક્ટર તેનો ઉપયોગ હૃદયના ધબકારા નિયમિત કરવા માટે કરે છે. પેસમેકરના બે ભાગ હોય છે. પહેલા ભાગને પલ્સ જનરેટર કહેવામાં આવે છે, જે બેટરી વડે ચાલતું ઇલેક્ટ્રોનિક યંત્ર છે. આ ભાગ હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. બીજા ભાગમાં તાર હોય છે જે હૃદયને ઇલેક્ટ્રિલ સિગ્નલ મોકલે છે.

સિંગલ પેસમેકર, ડ્યૂલ પેસમેકર અને બિવેન્ટ્રક્યુલર પેસમેકર એમ ત્રણ પ્રકારના પેસમેકર આવે છે.  આ પેસમેકરની શોધ કરનાર મૂળ ઈંગ્લેન્ડના, પરંતુ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં માતા-પિતા સાથે સ્થળાંતરિત થનાર માર્ક સી. લીડવિલે છે. તેમની સાથે આ શોધમાં ભૌતિકવિજ્ઞાની એજગર બૂથ પણ હતા.

માર્ક સી. લીડવિલ 1926ની સાલમાં સિડનીની ક્રોઉન સ્ટ્રીટ વૂમન્સ હોસ્પિટલમાં કામ કરતા હતા. ત્યાં તેમણે નવી જન્મેલી બાળકીને ઇલેક્ટ્રિકલ સાધન વડે પુનઃજીવિત કરી હતી. તેમની આ મેથડ બાદમાં કાર્ડિયોલોજી  મેડિસિન ક્ષેત્રે પાયોનિયર બની ગઈ.

સબ સે બડા રૂપૈયાઃ પ્લાસ્ટિકની નોટ

1960ની સાલમાં ઓસ્ટ્રેલિયાની રિઝર્વ બેંકે તેમના વૈજ્ઞાનિકોને એક એવી બેંક નોટ બનાવવાનું સુચવ્યું કે જેના પછી નકલી નોટોની સમસ્યા દૂર થઈ જાય.પ્લાસ્ટિક નોટ પરથી નકલી નોટો છાપવી ઘણું મુશ્કેલ કામ છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવાનું પહેલવેહલું કામ ઓસ્ટ્રેલિયાએ કર્યું હતું. તેમણે વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી.

ઓસ્ટ્રેલિયામાં 1988ની સાલમાં સૌથી પહેલી ‘વોટરપ્રૂફ નોટ’ જાહેર કરવામા આવી હતી. રિઝર્વ બેંક ઑફ ઑસ્ટ્રેલિયા અને દેશની અંગ્રણી સંશોધન સંસ્થા CSIRO (કૉમનવેલ્થ સાયન્ટિસ્ટ ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ)એ મળીને આ કામ કર્યું હતું. 1996ની સાલ સુધી ઑસ્ટ્રેલિયાની તમામ કરન્સી નોટ પ્લાસ્ટિકની થઈ ગઈ હતી.

ઇલેક્ટ્રિક ડ્રિલ આર્થર જેમ્સ આર્નોટે બનાવી હતી

ઇલેક્ટ્રિક ડ્રિલ વગર આજે કોઈ ફેક્ટરીનું કામ થઈ શકે છે તેવું કોઈ વ્યક્તિ નહીં માની શકે. આસાધનનું નામ સાંભળીને તે આધુનિક શોધ હોય તેવું લાગે, પણ ખરેખર ઇલેક્ટ્રિક ડ્રિલની શોધ ૧૮૮૯ની સાલમાં થઈ હતી.

ઓસ્ટ્રેલિયન એન્જીનિયર આર્થર જેમ્સ આર્નોટે પોતાના સહયોગી વિલિયમ બ્રાયન સાથે મળીને ઇલેક્ટ્રિક મોટરથી ચાલતું આ સાધન બનાવ્યું હતું. મેજર પાવર પ્લાન્ટનાં ડિઝાઈનર હોવાને કારણે આર્થર જેમ્સ આર્નોટ ઈલેક્ટ્રીસિટીની ઉપયોગિતા વિશે જાણતાં હતા. સ્કોટલેન્ડથી ઓસ્ટ્રેલિયા આવ્યાનાં બે વર્ષમાં (૧૮૯૧માં)  આર્થર જેમ્સ આર્નોટને મેલબોર્ન સિટી કાઉન્સિલનાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક એન્જીનિયર બનાવવામાં આવ્યા હતા. મેલબોર્નમાં ઑરિજનલ સ્ટ્રીટ લાઈટીંગથી માંડીને મહત્વના પાવર પ્લાન્ટ ડિઝાઈન કરવા પાછળ આર્થર જેમ્સ આર્નોટનો હાથ છે. ૧૮૮૯ની સાલમાં વિલિયમ બ્રાયન સાથે મળીને આર્થર જેમ્સ આર્નોટે ઇલેક્ટ્રિક ડ્રિલ બનાવ્યા બાદ એ આર્નોટની મુખ્ય સિદ્ધિ બની ગઈ. જોકે, આ ડ્રિલ દેખાવમાં બહુ મોટી હતી અને પોર્ટેબલ ન હોવાના કારણે તેનો ઉપયોગ પથ્થરો અને કોલસા ડ્રિલિંગમાં થતો હતો. અમુક મર્યાદાને લીધે એ સાધનમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા. ત્યાર બાદ ૧૮૯૫માં જર્મનીનાં બે ભાઈઓ વિલ્હેમ અને કાર્લ ફેઈન દ્વારા હાથમાં પકડી શકાય તેવું પોર્ટેબલ ડ્રિલ બનાવવામાં આવ્યું હતું. તો અમેરિકન કંપની બ્લેક એન્ડ ડેકરે ટ્રિગર-સ્વિચ ડ્રિલનું નિર્માણ કર્યું હતું.

પર્મેનન્ટ ક્રીઝવાળા ઉનના કપડાં

ફેશન ઉદ્યોગને ધબકતો રાખવા માટે અવનવી ડિઝાઈન આવતી રહે તે જરૂરી છે. એક સમયે ક્રીઝવાળા કપડાંની સ્ટાઈલ કરવા માટે ક્રીઝ બગડે નહીં એ માટે પ્રયત્નો કરવા પડતાં હતા, પણ ૧૯૫૭ની સાલમાં CSIRO (કોમનવેલ્થ સાયન્ટિફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) નામની ઓસ્ટ્રેલિયાની સરકારી સંસ્થાએ એવી ટેક્નોલોજીની શોધ કરી જેનાથી વૂલન કપડાં પર પણ પર્મેનન્ટ ક્રીઝ પાડી શકાય. આ ટેક્નોલોજી થકી ફેશન ડિઝાઈનરોને મોજ પડી ગઈ અને પ્લીટ્સ વાળી પેન્ટ અને સ્કર્ટ બનવા લાગી.

એક્ચ્યુલી આ પ્રોસેસ કે ટેક્નોલોજીની જરૂરિયાત ૧૯૫૦માં ઊભી થઈ જ્યારે વૂલ ઇન્ડસ્ટ્રી પર્મેનન્ટ ક્રીઝ આપી શકતા પોલિએસ્ટર સિન્થેટીક્સ સામે પ્રેશરમાં હતી. ૧૯૫૭માં સિરોસેટ પ્રોસેસથી ઉનની પ્લીટિંગ અને ક્રીઝ શક્ય બની. આર્થર ફાર્નવર્થ દ્વારા આ પ્રોસેસમાં જે રેઝિનનો ઉપયોગ થયો હતો તેને લીધે ઉનનાં કપડાં પર પર્મેનન્ટ ક્રીઝ આપવામાં આવી. એ રેઝિન ઉનનું રાસાયણિક બંધારણ બદલી નાખતું હતું અને પછી ક્રીઝ પાડવા માટે હીટ આપવામાં આવતી હતી. આ પ્રોસેસ વિશ્વભરમાં અપનાવવામાં આવી. પહેલાં છ વર્ષમાં લગભગ એક કરોડ પ્રોડક્શન યુનિટ તૈયાર થયા. ૫૦ વર્ષો બાદ ૨૦૦૦ની સાલમાં એકલા જાપાને જ ૪૦ લાખ સિરોસેટ પ્રોસેસ વાળા ગારમેન્ટ બનાવ્યા હતા.  ફેશન ઉદ્યોગમાં આજની તારીખમાં પણ આ ટ્રેન્ડનો દબદબો રહ્યો છે.

Related posts

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

અગત્યનું/ ટ્રેનમાં મુસાફરી કરવાના હોય તો પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર આવશે હેરાન થવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!