GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ જો આ સાત વાતોનું રાખશો ધ્યાન તો બચી જાશો Cyber Fraudથી, ગંભીરતા લેવાની જરૂરત

Fraud

Last Updated on April 22, 2021 by Damini Patel

કોરોના કાળમાં સાઇબર ફ્રોડ(Cyber Fraud)ના ઘણા કેસો સામી આવી ચુક્યા છે. ડિજિટલ ટ્રાન્જેક્શનમાં પણ ઘણી તેજી આવી છે, જેના કારણે ક્રિમિનલ્સ પોતાના દિમાગનો ઉપયોગ ખોટા કામોમાં વધુ કરી રહ્યો છે. આ ફ્રોડને લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે જેથી બેંકોની ચિંતા પણ વધી ગઈ છે. બેન્ક પોતાના ગ્રાહકોને સતત મેસેજ અને અન્ય પ્લેટફોર્મની મદદથી અવગત કરતી રહે છે. તમારે પણ આ વાતની ગંભીરતા લેવી જરૂરી છે.

જો તમને કસેથી કોલ આવે છે અને તે પોતે બેન્ક ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અથવા કોઈ અન્ય ડિપાર્ટમેન્ટથી જણાવે છે તો સાવધાન રહેવાની જરૂરત છે. આ લોકો લોન અપાવવાનો ઝાંસો આપે છે. વાતચીત દરમિયાન ઘણા પ્રકારની જાણકારી માંગવામાં આવે છે, પરંતુ આ સાત જાણકારી કોઈ સાથે શેર કરવી નહિ. જો એવું કરશો તો તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઇ શકે છે.સૌથી મહત્વપૂર્ણ જાણકરી પાન કાર્ડની ડિટેલ્સ છે. તમારો પાન નંબર કોઈ સાથે શેર ન કરવો જોઈએ.

આ માહિતી કોઈ સાથે શેર ન કરો

ફ્રોડ

આ સિવાય ઇન્ટરનેટ બેંકિંગ ક્રેડેન્શિયલ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, યુપીઆઈ પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર, એટીએમ પાસવર્ડ અને યુપીઆઈ VPA જેવી માહિતી કોઈ પણ સંજોગોમાં શેર કરવી નહીં. બેન્કો દ્વારા વારંવાર સૂચનાઓ છતાં જો તેઓ ભૂલ કરો છો તો નુકસાન માટે તૈયાર રહેવાની જરૂર છે. જ્યારે બેંક સાથે કોઈ પણ પ્રકારની વાતચીત ફોન પર થતી હોય તો શું બોલવું, શું નહિ બોલવું અને કઈ માહિતી શેર કરવી અને તે શું નહિ કરવું એ સમજવાની જરૂરત છે.

ગયા અઠવાડિયે ATM ફ્રોડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બેંકોને એટીએમની સુરક્ષાને લઈને તેમના ધોરણોને વધુ સુધારવા કહ્યું છે. બેંકોને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. ભૂતકાળમાં, એટીએમ પર Man in the Middle (MiTM)નું જોખમ વધ્યું છે.

એટીએમ ફ્રોડમાં ભારે ઉછાળો છે

Fraud Email

Man in the Middle એટીએમ ફ્રોડ એક એડવાન્સ પદ્ધતિ છે. આમાં, જ્યારે એટીએમ મશીનને રોકડ ઉપાડની રિકવેસ્ટ મોકલે છે, ત્યારે તે મેસેજ ઇન્ટરસેપ્ત કરી દેવામાં આવે છે. ટ્રાન્જેક્શનને લઇ મેસેજને બદલીને અનઅપ્રુવ ટ્રાન્જેક્શનને મંજૂરી આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ટ્રાંઝેક્શન અંગે જે મેસેજને ડીક્લાઈન કરવામાં આવે છે એમાં ફેરફાર કરીને ટ્રાંઝેક્શન કરે છે. આવા ટ્રાન્જેક્શનમાં એકાઉન્ટથી ડેબિટ થતું નથી કારણ કે તેને સત્તાવાર રીતે મંજૂરી મળી નથી. આ માટે, તેઓ એટીએમ મશીન અને રાઉટરની વચ્ચે પોતાનું ડિવાઇસ મૂકે છે. એટીએમ મશીન ફક્ત એટીએમ સ્વીચની મદદથી નેટવર્ક સાથે જોડાયેલ છે. હેકર્સનાં ઉપકરણો આ સ્વિચનો મેસજ ટ્રાંસ્ક્રિપ્ટ કરે છે અને પછી તેમના પોતાના અનુસાર આદેશ આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!