GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર

સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ થયો. બે કલાક દરમિયાન લગભગ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. કેવડી ગામમાં ધોધમાર વરસાદ થયો. એક જ દિવસમાં સાત ઈંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી બાજુ સારા વરસાદની આશાએ ચોમાસુ પાક મેળવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ગુજરાતમાં હજુ સત્તાવાર ચોમાસાની સિઝન શરૂ થઈ નથી. પરંતુ તાજેતરમાં અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે. જેને કારણે સમગ્ર પંથકમાં હવામાનમાં ઠંડક પ્રસરી છે.

નડિયાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઇ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પ્રિ મોન્સૂન એક્ટિવીટીને કારણે પડેલા વરસાદથી લોકો પણ ખુશ થયા હતા.

લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમરેલીના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકાના હરસુરપુર, દેવળીયા, વાંડળીયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદી ઝાપટાને કારણે સ્થાનિક નદી નાળાઓ છલકાયા હતા. ચોમાસુ બેસે તે પહેલા જ આ વરસાદી ઝાપટાને કારણે નદી નાળાઓમાં પાણી વહેતા થયા હતા. તો ચેકડેમ પણ છલકાયા હતા.

ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ

ભાવનગરના ગારિયાધાર તાલુકાના સુરનીવાસ, પરવડી, મોટીવાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટો આવ્યો હતો. અહી પણ પવનના સૂસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. સત્તાવાર ચોમાસુ બેસે તે પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. સિહોર અને સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વાતાવરણમાં પલટની અસર અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ લાવી. બપોર સુધી ભારે ઉકળાત બાદ ભારે વરસાદ જોવા મળ્યો. જેના કારણે થોડા જ સમયમાં રસ્તાઓ પરથી પાણી વહેતા થઈ ગયા.

સોમનાથ મંદિરનો અદભુત નજારો જોવા મળ્યો

તો આ તરફ સોમનાથમાં વરસાદ થયો. સોમનાથમાં વરસાદ થતા સોમનાથ મંદિરનો અદભુત નજારો જોવા મળ્યો. વરસાદ થતા ખુબ જ નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. આકાશમાંથી મેઘરાજા સોમનાથ મંદિર પર જાણે જળાભિષેક કરતા હોય તેવું સુંદર દ્રશ્ય સર્જાયું હતું…ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે  સોમનાથ  મંદિર ભાવીકો વિના ખાલીખમ ભાસી રહ્યું છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!