GSTV
Home » News » 7 ફિલ્મોમાં હીરો-હિરોઈને શુટિંગમાં બાંધ્યા છે સેક્સ સંબંધો, 2 બંગાળી ફિલ્મનો પણ સમાવેશ

7 ફિલ્મોમાં હીરો-હિરોઈને શુટિંગમાં બાંધ્યા છે સેક્સ સંબંધો, 2 બંગાળી ફિલ્મનો પણ સમાવેશ

હોલિવૂડ અને હવે તો બોલિવૂડની ફિલ્મોમાં પણ હીરો હીરોઈન વચ્ચે ઈંટિમેટ સીન હોવા સામાન્ય વાત થઈ ચુકી છે. જો કે મોટાભાગે આ પ્રકારના સીનમાં કલાકારો વચ્ચે ખરેખર શારીરિક સંબંધ બનતા નથી. કેમેરાની ખૂબી અને પ્રતિકાત્મક સીન દર્શાવી ફિલ્મોમાં શારીરિક સંબંધ દર્શાવવામાં આવે છે. પરંતુ આજે તમને એવી 7 ફિલ્મો વિશે જાણકારી મળશે જેમાં અભિનેત્રી અને ફિલ્મના અભિનેતા વચ્ચે ખરેખર શારીરિક સંબંધ બંધાયા હોય અને તે પણ ફિલ્મની શૂટિંગ દરમિયાન….

In The Realm of Sences

આ ફિલ્મ 1976માં રિલીઝ થઈ હતી. ફ્રાંસીસી અને જાપાની કલાની આ ફિલ્મને નગષા ઓશિમાએ લખી હતી. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ઘણા વિવાદ થયા હતા કારણ કે તે જાપાનની એક સત્ય ઘટના પર બનેલી ફિલ્મ હતી. આ ફિલ્મને લઈને વિવાદો એટલા માટે પણ વધ્યા હતા કે તેમાં ફિલ્મના હિરો તત્સુયા ફુજી અને અભિનેત્રી ઈકો માત્સુકા વચ્ચે ઘણા સેક્સ સીન દર્શાવાયા હતા. ફિલ્મમાં સાઈકો કિલર પોતાની પાર્ટનર સાથે સેક્સ કરે છે અને પછી તેને મારી નાંખે છે.

Pink Flamingos

આ અમેરિકી ફિલ્મ 1972માં આવી હતી. આ ફિલ્મને જોન વોટર્સએ નિર્દેશિત અને નિર્મિત કરવામાં આવી હતી. આ ફિલ્મ તેના નામ પરથી સામાન્ય જણાય છે પરંતુ તેમાં એટલા સેક્સ સીન હતા કે તેની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. 

Love

આ એક ફ્રાંસીસી બેલ્જિયન ફિલ્મ હતી જે કામુક કલાઓથી ભરપૂર હતી. વર્ષ 2015માં આવેલી આ ફિલ્મને ગૈસ્પર નોએએ લખી અને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ પાંચ વર્ષના અંતરાલ પછી બની હતી. આ ફિલ્મ પણ સેક્સ સીનથી ભરપૂર હતી. આશ્ચર્યની વાત એ છે કે આ સીનને ખરેખર શારીરિક સંબંધ બનાવી શૂટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મનું બજેટ 3 મિલિયન USD હતું.

Shortbus

આ ફિલ્મ એક અમેરિકી કોમેડી ડ્રામા છે જે વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. ફિલ્મને જોન કૈમરનએ લખી અને નિર્દેશિત કરી હતી. આ ફિલ્મનું બજેટ 2 મિલિયન ડોલર હતું અને ફિલ્મની કમાણી 5 મિલિયન ડોલર હતી. આ ફિલ્મમા કલાકારો વચ્ચે જે સેક્સ સીન દર્શાવાયા હતા તે સાચા હતા. 

Scarlet Diva

આ ફિલ્મનો આધાર ઈટલીની પ્રખ્યાત અભિનેત્રી એશિયા અર્જેતોની બાયોગ્રાફી છે. આ ફિલ્મની વાર્તા એવી છે કે અભિનેત્રી જે ડ્રગ્સમાં ડૂબેલી રહે છે તેની મુલાકાત એક સંગીતકાર સાથે થાય છે અને તેને સંગીતકાર સાથે પ્રેમ થઈ જાય છે. આ સમય દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે અને જ્યારે અભિનેત્રી ગર્ભવતી થાય છે ત્યારે સંગીતકાર તેને છોડીને જતો રહે છે.

Chatrak

આ ફિલ્મોની યાદીમાં માત્ર હોલિવૂડ ફિલ્મો જ છે તેવું માનવાની ભુલ ન કરવી. ભારતમાં બનેલી એક બંગાળી ફિલ્મ પણ આ યાદીમાં છે. ભારતની બંગાળી ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવતી અનુબત્રા બાસુએ ફિલ્મના એક સીન માટે ખરેખર ઓરલ સેક્સ કર્યું હતું. આ ફિલ્મને શ્રીલંકાના નિર્દેશક વિમુથી જયસુંદરાએ વર્ષ 2011માં નિર્દેશિત કરી હતી.

Gandu

વર્ષ 2010માં આવેલી આ ભારતીય ફિલ્મ પણ બંગાળી ભાષાની છે. કૌશિક મુખર્જી અને અનુજ નિમ્બરિયા શ્રીજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનુભૂતા, જયરાજ, કમલિકા અને સિલ્જિત જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મની રિલીઝને સેન્સર બોર્ડએ અટકાવી દીધી હતી.

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

‘હેટ સ્ટોરી 2’ અભિનેત્રીએ પુત્રીને આપ્યોજન્મ ,

Path Shah

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar