પાર્ટનર સાથે સેક્સ્યુઅલી કનેક્ટ રહેવું રિલેશનશિપમાં ઈંટીમેસીનો સારો સંકેત છે. આ તમારા સેક્સ્યુઅલ હાર્મોન્સ અને બોડીને સ્વસ્થ રાખે છે. જો કે વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓ તમારી સેક્સ લાઈફને બેકાર કરી શકે છે. માટે પોતાની હેલ્થ કન્ડિશન અંગે તમને સારી રીતે જાણકારી હોવી જોઈએ. આવો તો તમને એવી સ્વાસ્થ્ય સમસ્યા જણાવીએ જે તમારી સેક્સ લાઈફને ગંભીર રૂપથી પ્રભાવિત કરી શકે છે.
ડાયાબિટીઝ

ડાયાબીટીઝથી રોગી પુરુષને એરેક્શન અને એઝાક્યુલેશન જેવી સમસ્યા થઇ શકે છે. હૈ બ્લડ સુગરથી રક્ત વાહિકાઓ અને નસો પર ખરાબ અસર પડે છે. સાથે જ આ સેક્સ ઓર્ગન માટે જરૂરી નોર્મલ બ્લડ ફળોને પણ પ્રભાવિત કરે છે. જ્યારેઆ કન્ડિશનમાં મહિલાઓ વજાઇનલ ડ્રાયનેસ, પેનફુલ ઈન્ટરકોર્સ અને સેક્સ્યુઅલ ડિઝાઈયરની કમી મહેસુસ કરે છે. હલ્દી અને ક્લીન ડાયટ સાથે શારીરિક રૂપથી પોતાને એક્ટિવ રાખે છે અને સમસ્યાને દૂર કરે છે.
ક્રોનિક પેન

શરીરના કોઈ ભાગમાં ભારે દુખાવો અથવા ક્રોનિક પેન તમારી સેક્સ્યુઅલ ડિઝાયરને ઓછી કરી શકે છે. ક્રોનિક પેનથી રાહત મેળવવા માટે ડોક્ટરની સલાહ પરકોઈ દવાનો ઉપયોગ કરી શકો છો. જો કે કોઈ પણ દવા લેવા પહેલા સતર્ક રહો કારણ કે પેનકિલર્સના સેક્સ્યુઅલ સાઈડ ઈફેક્ટ પણ છે.
હાર્ટ ડીસીઝ

જો તમને હદય સંબંધિત કોઈ પરેશાની છે તો સેક્સ તમારા મગજમાં આવવા વારી સૌથી અંતિમ વસ્તુ છે. એક્સપર્ટ કહે છે કે જો કોઈ વ્યક્તિ ને થોડા સમય પહેલા હાર્ટ અટેક આવ્યો હોય તો થોડા સમય માટે તેમને સેક્સ માટે સતર્ક રહેવું જોઈએ.
ડિપ્રેસન

આ મેન્ટલ હેલ્થ કન્ડિશન તમારા મનની સ્થિતિ પ્રભાવિત કરે છે. તમે હંમેશા લો ફીલ કરો છો અને એવી કોઈ પણ એક્ટિવિટીમાં સામેલ થવાનું મન નથી કરવા દેતી જે તમારી હાલતને દુરુસ્ત કરી શકે. એના માટે ડોક્ટર કેટલીક દવાની સલાહ આપે છે. જેના કારણે તમારી સેક્સ લાઇફ પ્રભાવિત થાય છે. આ વચ્ચે તમે કામોત્તેજનામાં મુશ્કેલીનો સામનો કરી શકો છો . એવામાં દવાની ઓછી ડોઝ અથવા મેડિસિન સ્વીચ કરવું ફાયદાકારક હોઈ શકે છે. જોકે સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવો.
આર્થરાઇટિસ

ઘૂંટણમાં દુખાવો અથવા એંઠલ તમારી સેક્સ લાઇફને ઘણા હદ સુધી ખરાબ કરી શકે છે. સેક્સ માટે બોડી મુવમેન્ટ જરૂરી હોય છે, માટે હેલ્થ કન્ડિશનનો સામનો કરી રહેલા લોકો સેક્સ કરવાથી બચે છે.
લો ટેસ્ટોસ્ટેરોન અને મેનોપોઝ

લો ટેસ્ટોસ્ટેરોનની સમસ્યા સામે લડી રહેલ પુરુષોને પણ સેક્સ સંબંધિત સમસ્યા હોઈ શકે છે. આ સમસ્યા ઉંમર સાથે વધે છે, કારણ કે લો ટેસ્ટોસ્ટેરોન જેવા સંકેત હાર્મન ધીરે-ધીરે ઓછી થવા લાગે છે. જયારે મહિલાઓની ઉમર 40 અથવા 50 પર આવે છે તો તેમને મેનોપોઝ થઇ શકે છે. જે શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ ઓછું કરી દે છે.

એના કારણે મહિલાઓને વઝાઈનલ ડ્રાયનેસ, હોટ ફ્લેશીસ અને સેક્સ્યુઅલ ડિઝાયરમાં કમીનો અનુભવ થાય છે. જો કે આ કન્ડિશનમાં પણ કેટલાક મામલામાં પુરુષ અને મહિલાઓની બોડીમાં સેક્સ્યુઅલ હાર્મોનના કાઉન્ટને વધારવા માટે ડોક્ટરનો સંપર્ક કરી શકો છો.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ