GSTV
Home » News » હિંદુ કિશોરીઓના ધર્મ પરીવર્તનનો મામલો ગરમાયો, 7ની ધરપકડ

હિંદુ કિશોરીઓના ધર્મ પરીવર્તનનો મામલો ગરમાયો, 7ની ધરપકડ

પાકિસ્તાનમાં બે નાબાલિગ હિન્દુ કિશોરીઓના કથિત અપહરણ અને જબરજસ્તી ધર્મ પરીવર્તન બાદ બંનેના લગ્ન કરાવવામાં મદદ કરાવવાના આરોપમાં ઓછામાં ઓછા સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

એવા અહેવાલો છે કે આ કિશોરીઓએ પંજાબ પ્રાંતની કોર્ટનો સંપર્ક કરીને રક્ષણ આપવાનો અનુરોધ કર્યો. હોળીના પર્વ પર સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં 13 વર્ષીય રવીના અને 15 વર્ષીય રીનાનું ‘રસૂખદાર’ લોકોએ કથિતપણે અપહરણ કર્યુ હતું. તેમના અપહરણના થોડા સમય બાદ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કાજી કથિતપણે બંનેના નિકાહ કરાવતા જોવા મળી રહ્યાં હતાં.

હિન્દુ કિશોરીઓના જબરજસ્તી ધર્મ પરીવર્તનથી દેશભરમાં આક્રોશનો માહોલ ફેલાયો છે. કિશોરીઓના પરીવારે ઈસ્લામમાં કથિત ધર્મ પરીવર્તનને લઇને 20 માર્ચે એફઆઈઆ નોંધાવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોશિયલ મીડિયામાં બે અલગ-અલગ વીડિયો વાયરલ થયા બાદ આ મામલે તપાસના આદેશ આપ્યા હતાં.

‘ડૉન’ અખબારે પોલીસના હવાલા પરથી સમાચાર આપ્યા હતા કે રવિવારે રાત્રે પંજાબના રહીમ યાર ખાન જિલ્લામાં અમૂક સ્થાનો પર રેડ કરી હતી અને બંનેના લગ્ન કરાવનારા નિકાહ ખાન, પાકિસ્તાની સુન્ની તહરીકના એક નેતા અને કિશોરીઓ સાથે લગ્ન કરનારા બે પુરૂષોના કેટલાંક સંબંધીઓની ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર મુજબ, કસ્ટડીમાં લેવાયેલા શંકાસ્પદોને સિંધ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસ સુપરિટેન્ડન્ટ ફારૂખ લંઝારે કહ્યું કે કિશોરીઓની ભાળ મેળવવા માટે દરેક ઉપલબ્ધ જાણકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી. નાબાલિગ કિશોરીઓએ પંજાબ પ્રાંતના બહાવલપુરની એક કોર્ટનો સંપર્ક કરીને રક્ષણ માંગ્યુ છે.

પાકિસ્તાનના તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના હિન્દુ સાંસદ રમેશકુમાર વંકવાનીએ કહ્યું કે જબરજસ્તી ધર્માંતરણ વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલા બિલને પ્રાથમિકતાના આધારે વિધાનસભામાં રજૂ અને પસાર કરાવવામાં આવવુ જોઈએ.

READ ALSO

Related posts

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi

સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના સર્વોચ્ચ લેવલે, 3.99 ટકાએ પહોંચી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!