GSTV
Home » News » મુકેશ અંબાણી પાસે છે આ 5 સૌથી મોઘી વસ્તુઓ, કિંમત જાણશો તો ચક્કર આવી જશે

મુકેશ અંબાણી પાસે છે આ 5 સૌથી મોઘી વસ્તુઓ, કિંમત જાણશો તો ચક્કર આવી જશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી માત્ર ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નથી, પરંતુ તે એશિયાના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક છે. આશરે 43.2 અબજ ડોલરની નેટવર્થ સાથે અંબાણી ફોર્બ્સ ઇન્ડિયાની સૂચિમાં સતત 11 વર્ષ સુધી ટોપ પર રહેલા છે. અહિં નોંધનીય બાબત એ છે કે વર્ષ 2018 માં તેમનો નેટવર્થએ ચોખ્ખો નફો 3.1 બિલિયન ડોલરનો થયો હતો, જે 21,754 કરોડ રૂપિયાની સમકક્ષ છે. ગયા વર્ષે મુકેશ અંબાણી અલીબાબાના સ્થાપક જેક મા ને પાછળી એશિયામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા, ડિસેમ્બર 2018માં અંબાણી નેટવર્થએ ડોલર 43.2 બિલિયન નફો કર્યો હતો. મુકેશ અંબાણીની પાંચ મોઘી વસ્તુઓ પર એક નજર.

એન્ટિલિયા: આ 27 માળની ઇમારતની કિંમત લગભગ બે અબજ ડોલર આંકવા આવી રહી છે. તે મુકેશ અંબાણીનું ઘર છે અને તે વિશ્વની બીજી સૌથી મોંઘું રહેણાંક મિલકત છે. તે બકિંગહામ પેલેસ પછી બીજા આવે છે. આ (એન્ટિલિયા) વિશ્વની સૌથી મોંઘી ખાનગી રહેણાંક મિલકત છે.આ ઇમારતમાં લગભગ 600 લોકોના સ્ટાફ છે જે 24 કલાક ઘરની સંભાળ રાખે છે. આ ઇમારતમાં આરોગ્ય, સ્પા, સલૂન, બૉલરૂમ, 3 સ્વિમિંગ પૂલ, યોગ અને ડાન્સ સ્ટુડિયો છે. આ ઇમારતના શરુઆતના 6 માળ પાર્કિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઘરમાં એક ખાનગી થિયેટર અને બરફનો ઓરડો પણ છે.

યાટ: મુકેશ અંબાણી એક યાટ પણ ધરાવે છે. તેની કિંમત 1 મિલિયન ડોલરથી વધુ છે. આ યાટ 58 મીટર લાંબી અને 38 મીટર પહોળી એક સૌર કાચની છત છે. એમાં ત્રણ ડેક છે જે પિયાનો બાર, લાઉન્જ અને ડાઇનિંગ એરિયા જેવી બધી સુવિધાઓથી સજ્જ છે, જેમાં મહેમાનો માટે વ્યક્તિગત સ્યૂટ અને રીડિંગ રૂમનો સમાવેશ થાય છે. આ યાટ સમુદ્રમાં વૈભવી ઘર તરીકે ઓળખાય છે.

એરબસ 319 જેટ: મુકેશ અંબાણી પાસે એરબસ 319 કોર્પોરેટ જેટ છે. આ વિમાન 25 મુસાફરોને લઇ જવા સક્ષમ છે. આ વિમાનમાં મોટું મનોરંજન કેબિન, વૈભવી સ્કાય બાર અને ફેન્સી ડાઇનિંગ ક્ષેત્ર છે. તેની અંદાજિત કિંમત 100 મિલિયન ડોલર છે. આ જેટમાં લેધર બેઠક, એર કંડિશન અને ખાસ કોકપીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાણી પાસે આ ઉપરાંત બે અન્ય ખાનગી વિમાનો પણ બોઇંગ બિઝનેસ જેટ -2 અને ફાલ્કન 900EX પણ છે.

બીએમડબલ્યુ 760 (BMW 760LI): મુકેશ અંબાણી બીએમડબલ્યુ 760 એલઆઇ કારમાં મુસાફરી કરે છે, જેમા બુલેટ પ્રૂફ કેરેજ છે. તેમાં બોર્ડ કોન્ફરન્સિંગ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન છે. મુકેશ અંબાણીને બધે આ વાહન દ્વારા ફરવુ વઘારે પસંદ છે. આ કારની બેઝ પ્રાઇસ ડોલર 300,000 છે, પરંતુ તેની બુલેટ પ્રૂફ (આર્મર્ડ) આવૃત્તિ ડોલર 1.4 મિલિયનની છે. મુકેશ અંબાણીની આ બીએમડબ્લ્યુ કાર મુંબઈની સૌથી મોંઘી કાર નોંધણીઓ પૈકીની એક છે, તેમજ કોઈપણ ભારતીય દ્વારા રાખવામાં આવતી સૌથી મોંઘા કાર છે.

મૈબેક 62 : Mukesh Ambaniએ ભારતમાં એકમાત્ર વ્યક્તિ છે જેણે તેની પત્ની માટે મેબેક 62 ખરીદી છે. મુકેશ અંબાણીએ આ કારને તેમની પત્નીને જન્મદિવસની ભેટ આપી હતી. આ કારની મહત્તમ ઝડપ 250 કિલોમીટર છે. આ કાર ફક્ત 5.4 સેકંડમાં 0 થી 100 કિ.મી. ઝડપથી ચાલી શકે છે. અંબાણીની જરૂરિયાતો ધ્યાનમાં લેતી આ કાર દસ લાખ ડોલરથી વધુ મૂલ્ય ધરાવે છે. આ કાર સિવાય, અંબાણી પાસે એસ્ટોન માર્ટિન, મર્સિડીઝ એસ ક્લાસ અને અન્ય વૈભવી કાર પણ છે.

Related posts

આ ચર્ચાસ્પદ એપની મદદથી શોધી કાઢ્યું 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલું બાળક

NIsha Patel

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

COA એ માંગ્યો વિરાટ અને શાસ્ત્રી પાસે પત્ની અને પ્રેમિકાઓના પ્રવાસનો રિપોર્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!