GSTV
Aravalli Gir Somnath Gujarat Polls 2017 Narmada ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યના કયા જિલ્લામાં કોંગ્રેસે ભાજપનો સંપૂર્ણપણે સફાયો કર્યો?

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસ અને ભાજપે હાર-જીતની સમિક્ષા શરૂ કરી છે. રાજ્યમાં ભાજપ છઠ્ઠીવાર સત્તામાં આવી છે. પરંતુ આ જીત ભાજપને કોરીખાઈ શકે તેમ છે. રાજ્યના 7 જિલ્લા એવા છે, જ્યાં કોંગ્રેસે ભાજપનો સંપૂર્ણ પણે સફાયો કર્યો છે. તો આઠ જિલ્લામાં ભાજપને માત્ર એક બેઠક મળી છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા ભાજપને બહુમત મળ્યો છે. પરંતુ ભાજપને આ જીત પાતળી સરસાઈથી મળી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામની માઠી અસર ભાજપને 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં જોવા મળી શકે તેમ છે. આ વખતે રાજ્યના 7 જિલ્લા એવા છે જ્યાં કોંગ્રેસે ભાજપનો સંપૂર્ણપણે સફાયો કર્યો છે. જ્યારે આઠ જિલ્લામાં ભાજપને માત્ર કહેવા પૂરતી એક બેઠક મળી છે. જે સાત જિલ્લામાં ભાજપનો સફાયો થયો છે, તેમાં મોરબી, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે જે આઠ જિલ્લામાં ભાજપને માત્ર એક બેઠક મળી છે તેમા સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, પાટણ, મહિસાગર અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. ચૂંટણીના પરિણામ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નેતાઓને ચિંતા મુક્ત રહેવાનું કહી રહ્યાં છે.

શહેરી વિસ્તારમાં આવેલી અનામત બેઠક પર ભાજપને મોટુ નુકશાન ગયું છે. તો ભાજપને હાર્દિક ફેક્ટર ચાર બેઠક પર નડ્યું છે. 2012ની ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ભાજપને જે 35 બેઠક મળી હતી. જે આ વખતે 33 થઈ છે. જેમાં કોંગ્રેસને બે બેઠક પર ફાયદો થયો છે. તો અનુસૂચિત જાતિની 10માંથી સાત બેઠક ભાજપને મળી તો એસટીની એક બેઠકનું નુકસાન ભાજપને થયું છે. ચૂંટણી પરિણામ બાદ ભાજપ ભલે ગેલમાં હોય પણ ભાજપની ઘટેલી બેઠક સમિક્ષા કરવા માટે સૂચક ઈશારો ચોક્કસ પણે કરી રહી છે.

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV