GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમા યોજાયો 7 દિવસનો વર્કશોપ, એક અઠવાડિયામાં કરી 22 બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટમલાં બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકા બાળરોગ અને પેડિયાટ્રીક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસ વડે બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં 2 વર્ષ સ્થગિત રહેલ આ વર્કશોપ છેલ્લા 14 વર્ષથી આયોજન કરવામાં આવે છે. 7 દિવસના આ વર્કશોપમાં 22 જેટલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી કરવામાં આવી હતી.

જન્મજાત પેશાબની કોથળીમાં ખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે. જેમાં પેશાબની કોથળીનું બહારની બાજુએ વિકાસ થયેલ હોય છે. આ પ્રકારની સર્જરી તબીબી જગતમાં અત્યંક જટીલ માનવામાં આવે છે. આ સર્જરી માં થાપાના હાડકાને તોડ્યા પછી પેશાબની થેલી અંદર મૂકવામાં આવે છે. જેમાં બાળરોગ સર્જરી, પેડિયાટ્રીક યુરોલોજી અને હાડકાના વિભાગના સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એક બાળકની સર્જરી 8થી 10 કલાક ચાલતી હોય છે. 

અમેરીકાની ચિલ્ડ્રન હોસ્પિટલ અફીલા – ડેલ્ફીયાથી આવેલ ડૉ. અશીમ શુક્લ, ડૉ. પ્રમોદ રેડ્ડી, ડૉ. અંજના કોરૂ અને બે ફેલો સહિતની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ, હાડકાના નિષ્ણાંત ડોક્ટર પિયુષ મિત્તલ અને ડૉ. વિનોદ ગૌતમના સહિયારા પ્રયાસથી છેલ્લા 14 વર્ષથી આ પ્રકારનું વર્કશોપ યોજવામાં આવે છે. અત્યારસુધીમાં આ વર્કશોપ અંતર્ગત 150થી વધુ બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.

Read Also

Related posts

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

જૂનાગઢ / ગાયત્રી પ્રાથમિક શાળા અચાનક બંધ કરાતા વાલીઓમાં રોષ, RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

Kaushal Pancholi
GSTV