GSTV
News Trending World

વેઇટ્રેસે ફ્રુટ જ્યુસને બદલે ફ્લોર ક્લીનર પીરસતા 7 ગ્રાહકો હોસ્પિટલમાં દાખલ

એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસની ભૂલના કારણે 7 લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હકીકતમાં, વેઇટ્રેસે કસ્ટમરના ટેબલ પર ફળોના જ્યુસને બદલે ફ્લોર ક્લિનિંગ ડિટરજન્ટ મૂક્યું હતું. જેને પીધા બાદ કસ્ટમરોની તબિયત તરત જ લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાં પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતની એક રેસ્ટોરન્ટની છે. જેનું નામ વુકોંગ રેસ્ટોરન્ટ છે.

થોડા દિવસ પહેલા ઘણા પરિવાર અને મિત્રો વુકોંગ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હતા. વેઇટ્રેસે ભૂલથી ફ્લોર ક્લીનરને ફ્રૂટ જ્યુસ સમજીને ગ્રાહકોના ટેબલ પર મૂકી દીધું હતું. જેને પીધા બાદ 7 લોકોની તબિયત ખરાબ થઇ ગઇ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ સાત ગ્રાહકોએ હોસ્પિટલમાં રેસ્ટોરન્ટ પાસેથી વળતરની માગણી કરી છે. જો કે આ ઘટના 16 જાન્યુઆરીએ સામે આવી રહી છે, પરંતુ આ ખબર હવે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.

રેસ્ટોરન્ટે ગ્રાહકોને જણાવ્યું હતું કે આ ભૂલ એક વેઇટ્રેસના કારણે થઇ છે. આ મહિલાને જોવામાં પણ તકલીફ પડે છે. વેઇટ્રેસે બાદમાં સ્વીકાર્યું કે તે નવી હોવાથી તેણે ભૂલ કરી હતી અને તેની આંખો પણ યોગ્ય રીતે કામ કરતી ન હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, વુકોંગે તેના વીડિયોમાં જણાવ્યું હતું કે, “આ વેઇટ્રેસ દિવસ દરમિયાન મદદ કરી રહી હતી જ્યારે તે ખોટી પડી હતી.” ચાઇનીઝ ઓનલાઇન માર્કેટપ્લેસ પર સર્ચ કરતાં જાણવા મળે છે કે પેકેજિંગ વિદેશી ભાષાઓમાં લખાયેલું છે, જેને લોકો સમજતા નથી અને ભૂલથી તેને અન્ય પ્રકારનું ફૂડ ડ્રિંક સમજે છે.

Related posts

રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

Nakulsinh Gohil

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave
GSTV