GSTV

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

Last Updated on August 2, 2021 by pratik shah

જીલ્લા પંચાયત માંડલ સહિતના તાલુકામાં શિક્ષણ વિભાગનું ૭ કરોડનું કૌભાંડ થયું હતું જેમાં સરકારી વિભાગ દ્વારા જ ભાંગરો વટાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. આ કૌભાંડ માં સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એ મામલે તે રીપોર્ટ જ સહી વગરનો છે. માંડલમાં શિક્ષણ વિભાગનું ૭ કરોડનું કૌભાંડ થયું છે, તે મામલે તપાસ કરવામાં આવી અને તેનો એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ ફાઇનલ રિપોર્ટ નથી માત્ર બ્રિફ રિપોર્ટનો ddoનો ખુલાસો

જે સરકારને સોપવામાં આવ્યો હતો જે રીપોર્ટ જીલ્લા વિકાસ અધિકારીની સહી વગર સોપવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રીપોર્ટ આધરે સરકારે કાર્યવાહી કરી છે.આ અંગે જયારે જીલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલીયા સાથે વાત કરતા તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે રીપોર્ટ તૈયાર કરાયો છે પરંતુ તે બ્રીફ રીપોર્ટ છે ફાઈનલ રીપોર્ટ નથી, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે બ્રીફ રીપોર્ટ હોય તો પણ તેની પર જે તે જવાબદાર અધિકારીની સહી હોવી જરૂરી છે.

બીજી તરફ ચોંકાવનારી બાબત એ છે કે સહી વગરનો જ રીપોર્ટ સરકારને આપી દેવામાં આવ્યો હતો….સુત્રોની જો વાત માનીએ તો આ રીપોર્ટ ફીઝીકલ સબમિટ પણ નથી કરવામાં આવ્યો માત્ર ઈમેઈલ અને સોશિયલ મીડિયા મારફતે જ મોકલવામાં આવ્યો છે…જે પ્રમાણે આખી કાર્યવાહી કરવામાં આવી તેના પરથી એક વાત તો સ્પષ્ટ થઇ રહી છે કે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે….કારણ કે આ કૌભાંડ ની તપાસ માટે ૪ કમિટીની રચના કરવામાં આવી એ તમામનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો અને બાદમાં બ્રીફ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને એ બાદ તે સરકારને મોકલવામ આવ્યો.

જીલ્લા વિકાસ અધિકારી સ્પસ્ટ રીતે કહી રહ્યા છે કે આ કોઈ ફાઈનલ રીપોર્ટ નથી હવે સવાલ એ થઇ રહ્યો છે કે જો આ ફાઈનલ રીપોર્ટ ના હોય તો સરકારે કાર્યવાહી ક્યાં આધારે કરી હશે ? સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સહી વગરનો રીપોર્ટ કેમ સોપવામાં આવ્યો ? શું જીલ્લા વિકાસ અધિકારીની જાણ બહાર આ રીપોર્ટ સોપી દેવામાં આવ્યો ? કે પછી તેમને જાણ હતી તો પણ સહી વગરનો રીપોર્ટ સોપી દેવામાં આવ્યો ? અને આ જો બ્રીફ રીપોર્ટ જ હોય તો સરકાર ક્યાં આધારે સમગ્ર મામલે તપાસ કરી રહી છે એ સવાલ પણ ઉભો થઇ રહ્યો છે…આખરે આટલા મોટા કૌભાંડમાં સરકાર દ્વારા તમામ કસુરવાર સામે કાર્યવાહી કરી નથી ત્યારે સરકાર આ મામલે કોને બચાવવામાં લાગેલી છે કે પછી ભીનું સંકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ?

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!