ઓછામાં ઓછા 7 ભારતીય કંપનીઓએ પ્રી-બિડિંગ સ્ટેજમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે સમુદ્રની નીચે સુરંગના નિર્માણમાં રુચિ દેખાડી છે. અધિકારઓએ રવિવારે આ જાણકારી આપી હતી. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પાસે એક અઘિકારીએ જણાવ્યું કે, સમુદ્રની નીચે સુરંગને બનાવા માટે 7 ભારતીય કંપનીઓએ બોલીમાં ભાગ લીધો છો. સુરંગના નિર્માણ માટે ટેન્ડર મંગાવ્યા છે. અને 19 ફેબ્રુઆરી 2021 સુઘી બિડ મંગાવવામાં આવી છે.
બુલેટ ટ્રેન પરિયોજનામાં મહારાષ્ટ્રમાં બીકેસીથી કલ્યાણ શિલ્પાતા સુઘી 21 કિમિ લાંબો અંડરગ્રાઉન્ડ કોરિડોર હશે. અઘિકારીઓએ કહ્યું કે, આ અંડરગ્રાઉન્ડ કોરિડોરનો લગભગ 7 કીમી. ભાગ થાણે ક્રિકની નીચે છે. જેમાંથી 1.8 કિમિ લાંબા ખંડને સમુદ્ર તટ નીચે વિકસીત કરાશે. જયારે બાકીનો ભાગ ક્રિકના બંન્ને બાજુ મૈંગ્રોવ માર્શલેંડ પર બનાવાશે. અધિકારીઓએ કહ્યું કે, તે ઠેકા સુરંગ માટે છે. જેમાં પરીક્ષણ સાથે ટનલ બોરીંગ મશીન અને એક નવા ઓસ્ટ્રીયાઈ ટનલિંગ વિધિનો ઉપયોગ કરીને પરીયોજના માટે ડબલ-લાઈન હાઈ સ્પીડ રેલ્વેનું નિર્માણ સામેલ છે.

ભૂ-તકનીકી તપાસ
NHSRCL,રાઈટસ અને જાપાનની કાવાસાકી જિયોલોજીકલ ઈન્જીનિયરીંગ ફર્મની એક ટીમે સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે ભૂ-તકનીકી તપાસ કરી હતી. સમુદ્ર તટની સંરચનાનનું અધ્યયન કરવા માટે ટીમે એક સ્થૈતિક અપવર્તન ટેકનીક સર્વેક્ષણ કર્યુ હતું. જેમાં પાણીની સપાટી નીચેથી સીબેડની વધુ એક ઉચ્ચ ઉર્જા ધ્વનિ તરંગની ફાયરિંગ સામેલ છે. બાદમાં સમુદ્ર નીચે ખડકોની ઘનતા નિર્ઘારિત કરવા માટે રિફ્રેકટ ધ્વનિ તરંગ મેપિંગ કર્યું. ટીમે NHSRCLસાથે એક રીપોર્ટ પણ આપી છે.
ગત વર્ષે NHSRCLએ 64 ટકા MAHSR ગોઠવણીના નિર્માણ માટે કોન્ટ્રાકટ આપ્યો. જેમાં વાપી, બિલિમોરા, સૂરત, ભરૂચ, આણંદ-નડિયાદમાં 5 એચએસઆર સ્ટેશન, સૂરતમાં ટ્રેન ડેપો અને 350 મીટરની એક પર્વત સુરંગનું નિર્માણ સામેલ છે. બુલેટ ટ્રેનના 350 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલવાની સંભાવના છે. જે લગભગ 2 કલાકમાં 508 કિલોમીટરના અંતરને આવરી લેશે. હાલ મુંબઈ-અમદાવાદ માટે ટ્રેનને સાત કલાક અને વિમાનને લગભગ 1 કલાકનો સમય લાગે છે. 14 સપ્ટેમ્બર 2017માં પ્રધાનમંત્રી મોદી અને જાપાનના PM શિંજો આબેએ 1.08 લાખ કરોડ રૂપિયાની HSR પરિયોજનાની આધારશિલા રાખી હતી.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય