GSTV

તેલનો ખેલ/ વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું છે 50 હજાર કરોડનો આ માસ્ટર પ્લાન

પેટ્રોલ

Last Updated on June 12, 2021 by Bansari

ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. આપણે આપણી જરૂરિયાતનું 80 ટકા તેલ વિદેશોથી આયાત કરીએ છે તેવામાં જ્યારે તેલ ઉત્પાદક દેશો તરફથી પ્રોડક્શન ઘટાડવા અથવા વધારવાને લઇને ચર્ચા થાય છે. તો આપણે ગભરાઇ જઇએ છીએ. સરકાર ઇચ્છે તો પણ આ મામલે કંઇ કરી શકતી નથી. તેવામાં મોદી સરકારે તેલના ખેલથી દેશને બચાવવા માટે 50 હજાર કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

એક રિપોર્ટ અનુસાર, મોદી સરકાર ગ્રીન પેટ્રોલની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ઇથેનોલ બ્લેંડેડ પેટ્રોલ-ડીઝલના લક્ષ્યને લઇને મોદી સરકાર ખૂબજ ગંભીર છે. રિપોર્ટ અનુસાર, ઇથેનોલ પ્રોડક્શનમાં રેકોર્ડ તેજી લાવવા માટે 7 બિલિયન ડોલરનો પ્લાન તૈયાર કરી રહી છે. રિપોર્ટ અનુસાર ઇથેનોલ પ્રોડક્શનમાં રેકોર્ડ તેજી લાવવા માટે 7 બિલિયન ડોલરનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વર્લ્ડ એનવાયરમેન્ટ ડેના અવવસરે પીએમ મોદીએ કહ્યું કે 20 ટકા ઇથેનોલ મિક્સ પેટ્રોલિયમના ટાર્ગેટને પાંચ વર્ષ પહેલા પૂરો કરવામાં આવશે. હવે નવો ટાર્ગેટ 2030ના બદલે 2025 કરી દેવામાં આવ્યો છે.

પેટ્રોલ

હાલ ઇથેનોલ બ્લેંડિંગ 8.5 ટકા

આ સમયે દેશમાં પેટ્રોલમાં આશરે 8.5 ટકા ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. જો આ લક્ષ્યને 20 ટકા સુધી લઇ જવાનો હોય તો દર વર્ષે દેશમાં આશરે 10 બિલિયન લિટર ઇથેનોલની જરૂર પડશે. તે વર્તમાન ઇથેનોલ પ્રોડક્શનના આશરે ત્રણગણા હોય છે. આ વાત ઓયલ સેક્રેટરી તરુણ કપૂરે કહી. તેવામાં ઇથેનોલ પ્રોડક્શનમાં તેજી લાવવા માટે નવી બાયો રિફાઇનરીની જરૂર હશે અને આ ઇન્ફ્રાને તૈયાર કરવા માટે 50 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે.

20% બ્લેંડિંગ ટાર્ગેટ

જો 20% ઇથેનોલ બ્લેંડિંગનો ટાર્ગેટ અચીવ થાય છે, તો આપણે સરળતાથી દર વર્ષે 4 અબજ ડોલર એટલે કે 30 હજાર કરોડ રૂપિયા બચાવી શકીએ છીએ. આ સિવાય તે પ્રદૂષણ પણ ઘટાડે છે, જેના કારણે ભારત ક્લાઇમેટ ચેન્જમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

પેટ્રોલ

શેરડીમાંથી 90% ઉત્પાદન

ભારતમાં ઇથેનોલના ઉત્પાદનની વાત કરીએ તો હાલમાં 90 ટકા ઉત્પાદન શેરડીના વાવેતરમાંથી આવે છે. ઉત્પાદનમાં નૉન-શુગર સોર્સ, એટલે કે અનાજમાંથી ઉત્પન્ન થયેલા ઇથેનોલનું યોગદાન માત્ર 10 ટકા છે. આવી સ્થિતિમાં સરકારનો પડકાર નૉન-શુગર પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે. ઇથેનોલ ઉત્પાદનમાં બંનેનું યોગદાન 50-50 ટકા થાય તેવું સરકાર ઇચ્છે છે. ઇથેનોલના ઉત્પાદન માટે ડિસ્ટિલેશન યુનિટના બિઝનેસનું ભવિષ્ય આગામી દિવસોમાં વધુ સારુ બનશે. આ ઉપરાંત શેરડીના ખેડુતોની આર્થિક સ્થિતિ પણ સુધરશે. તેમને તેમની ખેતીનો બમણો લાભ મળશે.

Read Also

Related posts

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટને 13 વર્ષ : શરીરના ઘા રૂઝાયા પણ પરિવારના સભ્યો ગુમાવ્યા એની ખોટ કોણ ભરપાઈ કરશે

Vishvesh Dave

ફેસબુકની મિત્રતા-પ્રેમ યુવતીને ભારે પડયો/ બ્રેકઅપ છતાં પૂર્વ પ્રેમીએ એવા ફોટા બતાવ્યા કે બે વખત સગાઈ તૂટી ગઈ, પોલીસે યુવકને દબોચી લીધો

Harshad Patel

AMCનો આમદની અઠન્ની ખર્ચા રૃપૈયા જેવો વહિવટ / બે રૃપિયા ભરી નકલ લઈ જવાનું જણાવવા માટે મ્યુનિ.એ ૨૫ રૃપિયાનો ખર્ચ કર્યો!

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!