GSTV

કૃષિ બિલને સત્ય સાબિત કરવા 7.95 કરોડનો અધધ ખર્ચ, સરકારે આ રીતે ચલાવ્યુ કેમ્પેન

સરકારે કૃષિ પર લાવવામાં આવેલ ત્રણેય બિલને સાચા ઠેરવવા પર 7.95 કરોડ રૂપિયાનો ખર્ચ જાન્યુઆરી સુધી કર્યો છે. આ ખર્ચ છેલ્લા 5 મહીનામાં કરવામાં આવ્યો છે. આ જાણકારી કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે સંસદમાં આપી હતી.

માહિતી પ્રસારણ મંત્રાલયે 7.25 કરોડ ખર્ચ કર્યા

કૃષિ મંત્રીએ કહ્યુ કે, 7.95 કરોડ રૂપિયામાં સૂચના અને પ્રસારણ મંત્રાલયે 7.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમણે સપ્ટેમ્બર 2020થી જાન્યુઆરી 2021ની વચ્ચે એગ્રી અને ફાર્મર્સ વેલફેયર પર આ પૈસા ખર્ચ કર્યા. તોમરે રાજ્યસભામા જણાવ્યું કે, પ્રિંટ અટલે સમાચાર પર જાહેરાતના રૂપમાં પણ ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બ્યૂરો ઓફ આઉટરિચ એન્ડ કમ્યૂનિકેશન થકી હિંદી, અંગ્રેજી અને ક્ષેત્રીય સમાચારો પર કૃષિ કાયદા વિશે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું.

જાગૃતતા ફેલાવવા માટે સ્પષ્ટીકરણ

આ સ્પષ્ટીકરણ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આપવામાં આવ્યું છે. નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું તે, 67.99 લાખ રૂપિયા ત્રણ પ્રમોશનલ અને બે એજ્યુકેશનલ ફિલ્મ પર ખર્ચ કરવામાં આવ્યા છે. આ પૈસા ઈલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા અને વેબિનાર્સ પર ખર્ચ કરવામાં આવ્યા. તોમરે જણાવ્યું કે, તે સિવાય 1.50 લાખ રૂપિયા પ્રિંટ જાહેરાતના ક્રિએટિવ પર ખર્ચ કરવામા આવ્યા. સરકારે સંબંધિત વિભાગોને પણ જાગૃતતા માટે સોશિયલ મીડિયા પર પૈસા ખર્ચ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, સરકાર કિસાન યૂનિયનોની સાથે વાત કરી અને તેમાં 11 રાઉન્ડ વાત કરવામાં આવી હતી.

અઢી મહિનાથી ચાલી રહ્યુ છે આંદોલન

જણાવી દઈએ કે, કૃષિ કાયદા પર ત્રણ બિલને લઈને છેલ્લા લગભગ અઢી મહીનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. અત્યારે પણ આ ખેડૂત આંદોલનને આગળ વધારી રહ્યું છે. આ કાયદાને કોંગ્રેસ સહિત લગભગ બધા વિપક્ષી દળ ખેડૂતોના વિરોધમાં જણાવી રહ્યા છે. સરકારે આ બધા જવાબોને આપવા પર પૈસા ખર્ચ કરી રહી છે.

READ ALSO

Related posts

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર, જીતી પણ નહિ જીતવા દીધી પણ નહિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!