GSTV
India News Trending

આસામમાં ભયંકર પુર : 29 જિલ્લાના 7.12 લાખ લોકો અસરગ્રસ્ત, 9 લોકોનાં થયાં મોત

આસામમાં ભારે વરસાદના કારણે પુરની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. આસામના 29 જિલ્લાઓના 7.12 લાખ લોકો પુરના કારણે અસરગ્રસ્ત બન્યા છે. પુરના પાણીમાં આસામ ડુબી ગયું છે. તેના કારણે સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આસામના નગાંવમાં 3.36 લાખથી વધુ, કછારમાં 1.66 લાખ, હોજઈમાં 1.11 લાખ અને દરાંગમાં 52,709 લોકો પ્રભાવિત થયા છે.

અત્યાર સુધીમાં આસામમાં પુરના કારણે 9 લોકોના મોતના અહેવાલ મળ્યા છે. જ્યારે ભુસ્ખલનમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. પુરના કારણે ખેડૂતોની 80 હજાર હેક્ટર જમીનને પણ નુકસાન થયું છે. તો બીજી બાજુ, આસામના 2,251 ગામો જળમગ્ન થઈ ગયા છે. આસામમાં પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વાયુસેના સતત કાર્યરત છે.

વાયુસેનાએ 15મી મેના રોજ ડિટોકચેરા રેલવે સ્ટેશન પર ફસાયેલા 119 યાત્રીઓને બહાર કાઢ્યા હતા. અત્યાર સુધીમાં વાયુ સેનાએ 454 લોકોને ઉગારી લીધા છે. વાયુ સેનાએ વચાવ કાર્યમાં એએન 32 વિમાન, બે એમઆઈ 17 હેલિકોપ્ટર, એક ચિનુક હેલિકોપ્ટર અને એક એએલએચ ધ્રુવને કામે લગાડ્યા છે. બચાવ કાર્યમાં 20 એનડીઆરએફની ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ બચાવ કાર્ય વાયુસેના, એનડીઆરએફ અને આસામ સરકાર સાથે મળીને કરી રહ્યું છે.

READ ALSO:

Related posts

અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને  સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું

pratikshah

કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ

Bansari Gohel

Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન

Damini Patel
GSTV