GSTV

7 ગુરુવાર સુધી કરો આ વ્રત અને મંત્રોચ્ચાર, દરેક મનોકામના થશે પૂર્ણ

ગુરૂવારનુ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ગુરૂવારનો દિવસ શ્રી હરિ વિષ્ણુજીની પૂજાનુ વિધાન છે. અનેક લોકો બૃહસ્પતિદેવ અને કેળાના વૃક્ષની પૂજા પણ કરે છે. બૃહસ્પતિદેવને બુદ્ધિનુ કારક માનવામાં આવે છે. કેળાના વૃક્ષને હિન્દુ ધર્મ મુજબ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

બૃહસ્પતિવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. અગ્નિ પુરાણ મુજબ ગુરૂવારનુ વ્રત અનુરાશા નક્ષત્ર યુક્ત ગુરૂવારથી શરૂ થઈને સતત 7 ગુરૂવાર સુધી કરવુ જોઈએ. દર ગુરૂવારે 7 વાર ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરવુ જોઈએ. પૂજા પછી કથા સાંભળવી જોઈએ. આ દિવસે પીળા વસ્ત્રો, પીળા ફળનો પ્રયોગ કરવો જોઈએ. માન્યતામુજબ આ દિવસે એક વાર ફરી મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ. ભોજનમાં ચણાની દાળનો પણ પ્રયોગ કરી શકાય છે.

આ દિવસે સવારે જલ્દી ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. બૃહસ્પતિદેવનુ ધ્યાન કરવુ જોઈએ. ત્યારબાદ ફળ, ફુલ, પીળા વસ્ત્રોથી ભગવાન બૃહસ્પતિદેવ અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. પ્રસાદના રૂપમાં કેળા ચઢાવવા શુભ માનવામાં આવે છે પણ આ કેળાને દાનમાં જ આપવા જોઈએ. સાંજના સમયે બૃહસ્પતિવારની કથા સાંભળવી જોઈએ અને મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ.

ગુરૂવારનુ વ્રત પુર્ણ શ્રદ્ધાભાવથી કરતા વ્યક્તિનો ગુરૂ ગ્રહનો દોષ ખતમ થઈ જાય છે અને ગુરૂ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધા સુખોની પ્રાપ્તિ થય છે. વ્રત કરનારા જાતકે આ ધ્યાન રાખવુ જોઈએ કે આ દિવસે વાળ ન કપાવશો કે ન તો દાઢી બનાવશો.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!