GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ધોળકામાં નીકળી 69મી રથયાત્રા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે દોરડુ ખેંચી કરાવ્યુ રથનું પ્રસ્થાન

અમદાવાદ જિલ્લાના ધોળકામાં 69મી રથયાત્રા નીકળી હતી. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચારશેરી વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિરે પહોંચી રથની પૂજા કરી હતી અને દોરડુ ખેંચી રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. રથયાત્રાને લઈને સઘન બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનું જમાલપુર નીજ મંદિરેથી પ્રારંભ થયો છે. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

સીએમ રૂપાણીના હસ્તે પરંપરાગત પહિંદવિધિ

મંગળા આરતી બાદ જય રણછોડ, માખણ છોડના જયનાદ સાથે ભગવાન જગન્નાથના આંખ પરથી પાટા ખોલવામાં આવ્યા હતા. જગતના નાથ સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના આંખેથી પાટા ખોલવામાં આવ્યા. જે બાદ ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાનો નિયત સમયે પ્રારંભ થયો છે.

Read Also

Related posts

રથયાત્રા સમય કરતાં મોડી ચાલી, જ્યારે શાહપુર અને દરિયાપુરમાં પોલીસની ચિંતાને કરી હતી દૂર

GSTV Web News Desk

અમદાવાદ : ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Nilesh Jethva

અમદાવાદ: ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!