GSTV

69મી Mann Ki Baat: પીએમ નરેન્દ્ર મોદીએ કરી મહત્વની વાત, કર્યા બાપુ અને ભગતસિંહને યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે પોતાના રેડિયો પ્રોગ્રામ Mann ki Baatના 69માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધનકરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ પર આજે સવારે 11 વાગે પ્રસારણ કરવામાંઆવી રહ્યું છે.

સોશ્યલ ડિસ્ટન્સ પર મુક્યો ભાર

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના નિયમોનું કરવાની અપીલ કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે કોરોના કાળમાં 2 ગજનું અંતર જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, કોરોના કાળમાં સમગ્ર વિશ્વ અનેક પરિવર્તનોના દોરથી પસાર થઇ રહ્યું છે. આજે 2 ગજનું અંતર અનિવાર્ય બની ગયું છે. તો આ કોરોના કાળે પરિવારોના સભ્યોને પરસ્પર જોડી રાખવાનું અને વધુ નજીક લાવવાનું પણ કામ કર્યું છે. આપણને સમજાયું છે કે આ[ના પૂર્વજોએ જે વિધાઓ બનાવી છે તે કેટલી મહત્વની છે અને તે નથી હોતી ત્યારે તેની કેટલી કંઈ પણ વર્તાય છે.

આપણી વાર્તાઓની પરંપરા

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ભારતમાં વાર્તાઓ કહેવાની, કિસ્સાઓ સંભળાવાની એક સમૃદ્ધ પરંપરા છે. આપણે ત્યાં કથાની પરંપરા છે. આ ધાર્મિક વાર્તાઓ કહેવાની પ્રાચીન પરંપરા છે. તેમણે વધુમાં જણાવ્યું કે દરેક પરિવારમાં કોઈ ને કોઈ વડીલ કે કોઈને કોઈ વ્યક્તિ વાર્તાઓ સંભળાવતા હતા અને ઘરમાં નવી પ્રેરણા આપતા હતા. નવી ઉર્જા પૂરતા હતા. વાર્તાઓ-કથાઓ લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પાસાને સામે લાવે છે. તેને ઉજાગર કરે છે. કથા-વાર્તાની શક્તિનો અનુભવ કરવો હોય તો જયારે કોઈ માં પોતાના બાળકને સુવડાવવા માટે કે તેને જમાડવા માટે વાર્તા સંભળાવે છે.

મજબૂત ખેડૂત આત્મનિર્ભર ભારતનો પાયો

પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રએ પોતાની શક્તિ દર્શાવી છે. દેશના ખેડૂતો, ગામડા, જેટલા મજબૂત હશે તેટલું જ દેશ આત્મનિર્ભર બનશે. તેમને કહ્યું કે કિસાનની મજબૂતીથી જ આત્મનિર્ભર ભારતના પાયા નાખી શકાશે. ખેડૂત મજબૂત હશે તો જ ભારત આત્મનિર્ભર બની શકશે. આપણે ત્યાં કહેવાય છે કે જે વ્યક્તિ જેટલા જમીન સાથે જોડાયેલ હોય છે તે મોટામાં મોટા તોફાનો સામે અડગ રહી શકે છે. કોરોનાના આ મુશ્કેલ સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો તેનું જીવંત ઉદાહરણ છે. આજે ખેડૂતને પોતાની મરજીથી પોતાની ઉપજ વેચવાની આઝાદી મળી છે. છેલ્લા કેટલાંક સમયથી આ ક્ષેત્રએ પોતાને અનેક સીમાઓથી મુક્ત કરી છે. અનેક મિથકોને તોડવાનો પ્રયાસ કર્યો છે.

હરિયાણાના એક ખેડૂતની વાત

વડાપ્રધાન મોદીએ હરિયાણાના એક ખેડૂતનો કિસ્સો શેર કરતા કહ્યું, “હરિયાણાના એક કિસાનભાઈએ જણાવ્યું કે કેવી રીતે એક સમય હતો જયારે તેમને મંડળીની બહાર ફળ શાકભાજી વેચવામાં તકલીફો પડતી હતી. પરંતુ, 2014માં ફળ અને શાકભાજીને APMC એક્ટની બહાર કરી દેવામાં આવી જેનો તેમને તેમની આસપાસના વિસ્તારના અનેક ખેડૂતોને લાભ થયો.

શહીદ ભગતસિંહને કર્યા યાદ

શહીદ ભગતસિંહને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભગતસિંહનો જુસ્સો આપણા દિલમાં હોવો જોઈએ. દેશની આઝાદીમાં ભગતસિંહનો મોટો ફાળો છે. હું શહીદ વીર ભગતસિંહને નમન કરું છું. આ 23 વર્ષના યુવાનથી બ્રિટિશ સરકાર ડરી ગઈ હતી. આવતી કાલે, 28 ડિસેમ્બરના રોજ શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ ઉજવીશું. હું, સમગ્ર દેશવાસીઓની સાથે સાહસ અને વીરતાની પ્રતિમૂર્તિ શહીદ વીર ભગતસિંહને નમન કરું છું.

2 ઓક્ટોબર પ્રેરક અને પવિત્ર દિવસ

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના વિચાર આજે વધુ પ્રાસંગિક છે. 2 ઓક્ટોબર આપણા માટે પ્રેરક અને પવિત્ર દિવસ છે.

પીએમ મોદીએ કર્યું હતું ટ્વીટ

શનિવારે પીએમ મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું, ” કાલે સવારે 27 સપ્ટેમ્બરે 11 વાગે સામેલ થાઓ. મન કી બાત કાર્યક્રમને આકાશવાણી, ડીડી ન્યુઝ, પીએમઓ અને સૂચના પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. ગત મન કી બાતમાં પીએમ મોદીએ ભારતમાં રમકડાંઓ માટે એક વિનિર્માણ કેન્દ્ર બનાવવા માટે દેશમાં સ્ટાર્ટઅપ માટે એક સાથે આવવા આહવાન કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!