GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભારતમાં કોરોના બન્યો સૌથી વધુ ખતરનાક : જુલાઈમાં હશે આટલા કેસ, યુવાનો માટે ખાસ ચેતવણી

દેશમાં કોરોનાવાયરસ (Coronavirus) સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.39 લાખથી વધુ લોકોનાને કારણે સંક્રમિત થયા છે. અને આ વાયરસને લઈને 4000થી વધારે લોકોના મોત થયા છે. આ બધામાં સૌથી ભયાનક બાબત એ છે કે ભારતમાં કોરોના વાયરસ યુવાનો પર વધુ ઝડપથી હુમલો કરવા માંડ્યો છે. એક રિપોર્ટ મુજબ, ભારત અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશો હવે કોરોનાના નવા હોટસ્પોટ વિસ્તારો બની રહ્યા છે. કોરોના વાયરસે હવે યુવાનોને સંક્રમિત કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ ભારતમાં હોસ્પિટલોમાં દાખલ થનારા કોરોના દર્દીઓમાં યુવાનોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં જે પણ દેશ કોરોના હોટસ્પોટ્સ બન્યા હતા ત્યાં યુવાઓમાં કોરોના સંક્રમણની અસર સૌથી ઓછી હતી. જ્યારે ભારત અને બ્રાઝીલમાં તેનાથી તદ્દન ઉલટું છે. આ બંને દેશોમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર યુવાનો પર જોવા મળી છે.

પાંચ દિવસમાં જ્યારે સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ કેસ
24 મે7113
23 મે6665
22 મે6570
19 મે6154
21 મે6025
કોરોના

બ્રાઝીલ અને ભારત કોરોના મહામારીના નવા હોટસ્પોટ

રિપોર્ટ પ્રમાણે બ્રાઝિલમાં કોરોના મહામારીને કારણે મરનારા લોકોમાં 50 વર્ષથી ઓછી ઉમંરના 5 ટકા લોકો છે. જે ઈટાલી અને સ્પેન જેવા દેશોથી 10 ગણા વધારે છે. આ આંકડા ભારતમાં તેનાથી પણ વધુ ભયાનક છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોમાંથી 50 ટકાથી વધુની ઉંમર 60 વર્ષથી ઓછી છે. રિપોર્ટમાં ભારતને કોરોના મહામારીનું આગળનું નવું હોટસ્પોટ બતાવવામાં આવ્યું છે.

સંક્રમણથી ક્યાં કેટલા મોત?

રાજ્ય મોત
મહારાષ્ટ્ર1635
ગુજરાત858
મધ્યપ્રદેશ290
પશ્વિમ બંગાળ272
રાજસ્થાન163
દિલ્હી261
ઉત્તરપ્રદેશ161
તેલંગાણા53
કર્ણાટક42
પંજાબ40
જમ્મુ-કાશ્મીર21
હરિયાણા16
બિહાર11
ઝારખંડ04
હિમાચલ પ્રદેશ04
ચંદીગઢ04
કેરળ06
આસામ04
ઉત્તરાખંડ03
મેઘાલય04
ઓરિસ્સા07
કુલ4024

ભારત ટોપ 10 દેશોમાં આવી ગયો

વિશ્વભરમાં કોરોના વાયરસ હોટસ્પોટમાંનો એક દેશ બની ગયો છે. અને અહીં સંક્રમણના કેસો 1.40 લાખ નજીક પહોંચી ગયા છે. ભારત હવે કોરોના દર્દીઓની સંખ્યામાં ઈરાનને પાછળ છોડી ગયું છે. કોરોના મહામારીમાં સૌથી વધારે કેસમાં વિશ્વમાં ભારત હવે ટોપ -10 દેશોની યાદીમાં આવી ગયું છે. જોકે, હવે મિશિગન યુનિવર્સિટી અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ કોરોના મોડેલ દ્વારા ચેતવણી આપી છે કે ભારતમાં જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં 21 લાખ લોકો સંક્રમણનો શિકાર બની શકે છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!