પીએમ મોદીએ આસિયાન સંમેલનમાં 10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ રહેવા આમંત્રણ આપ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 15મી ભારત-આસિયાન સમિટમાં સંબોધન કરતા કહ્યું હતું કે ભારત ઇસ્ટ એશિયા પોલિસી આસિયાનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. ભારતનું ઇન્ડો- પેસિફિક ક્ષેત્રિય સંગઠનનું મહત્વ ખૂબ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, 69મા ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના 1.25 કરોડો લોકો આસિયાન નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
દેશના 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આશિયાન દેશોના વડાઓ ઉપસ્થિતિ રહેવાના છે. પીએમ મોદીના આ આમંત્રણને આસિયાનના 10 સભ્ય દેશોને મંજૂર કરી દીધું છે.
ભારત માટે આ પ્રથમ મોકો હશે જ્યારે ગણતંત્ર દિવસની પરેડમાં 10 રાષ્ટ્રાધ્યક્ષો એક સાથે સામેલ થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે ફિલિપિન્સની મુલાકાતે ગયા હતા.જ્યાં મોદીએ આપેલા આ આમંત્રણનો 10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ સ્વિકાર કર્યો. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના નેતાઓને આસિયાન સમૂહ સાથેના ભારતના સંબંધોની 25મી વર્ષગાંઠ પર આયોજિત વિશે શિખર સંમેલનમાં ભાગ લેવા પણ આમંત્રણ અપાયુ છે.