આજે રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક નવા 687 કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે. જે દર્દીના મોત થયા તેમાં અમદાવાદના 10, સુરતમાં 5, પંચમહાલમાં 1 અને ખેડામાં 2 લોકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1906 લોકોના મોત થયા છે. તે સાથે જ 340 દર્દી સાજા થઈને પોતાના ઘરે પણ ગયા છે. જે મળીને રાજ્યમાં અત્યાર સુધીમાં 24941 દર્દી સાજા પણ થયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 7839 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. જેમાં 61 વેન્ટીલેટર પર છે અને 7778 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૯૫,૮૭૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 687
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 34,686
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 18
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 340
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 24941
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 7839

અમદાવાદમાં કેસમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ સુરત સિવાય હવે વડોદરા, જૂનાગઢ, ખેડા, સુરેન્દ્રનગર, ભરૂચ, પંચમહાલ વગેરે વિસ્તારોમાં નવા પોઝીટીવ કેસ વધ્યા છે. સુરતમાં પણ છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ 200થી વધારે આવે છે. આજે અમદાવાદ અને સુરત બંનેમાં કોરોના સંક્રમણનો આંક 204 થયો છે.

સુરતમાં કેસમાં સતત વધારો
સુરતમાં છેલ્લા 9 દિવસમાં 1 હજારથી પણ વધારે કેસ વધ્યા છે. કેસમાં સતત વધારાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. હીરા ઉદ્યોગને કારણે કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આજે સુરતમાં 200થી પણ વધારે કેસ નોંધાયા છે.
જુનાગઢમાં એકાએક કેસમાં વધારે
જણાવી દઈએ કે, કોરોનાના કહેરથી અત્યાર સુધી બચેલા જુનાગઢમાં પણ એકાએક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં કોરોનાના 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. તે સાથે જ જૂનાગઢમાં 1 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે.
READ ALSO
- અમદાવાદ/ મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ, પોલીસે દરોડા પાડી 72 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત
- સિંધિયાની સમાંતર સરકાર સામે મોદીને ફરિયાદ, બેઠક કરી અધિકારીઓને આપે છે સીધા આદેશ
- ખુલાસો/ મહામારી બાદ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ
- દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના: પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દફનાવી દીધી, ઉપર ચણી કાઢ્યું મકાન
- વેલેન્ટાઇન ડે પહેલાં કૉલેજની દરેક યુવતીએ બૉયફ્રેન્ડ શોધી લેવો : નહીંતર કૉલેજમાં નહી મળે પ્રવેશ, વાયરલ થયો કોલેજનો લેટર