GSTV

johnson & johnson : તમારા ઘરે અા પાવડર તો ઉપયોગ થતો નથી ને

Last Updated on April 13, 2018 by Karan

બેબી કેર માર્કેટમાં વિશ્વભરમાં પ્રખ્યાત કંપની johnson & johnson પોતાનો 7મો કેસ પણ હારી ગઇ છે. નિચલી અદાલતે કંપની પર 240 કરોડનું વળતર ચુકવવા માટે કહ્યું હતું જેને અમેરિકાની કોર્ટે ત્રણ ગણુ વધારીને 760 કરોડ રૂપિયા કરી દીધા હતા. ન્યૂ જર્સીના 46 વર્ષીય ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટીફન લેન્જો અને તેમની પત્ની કેન્ડ્રાએ કંપની પર આરોપ લગાવતા કહ્યું કે તેમના પ્રોડક્ટથી તે મેસોથેલિયોમા થયો છે. બંનેએ કંપની પાસેથી વળતર મેળવવાની માંગણી કરી હતી. દંપતિનું કહેવું હતું કે કંપનીના પાઉડરમાં એસબેસ્ટસ હોવાના કારણે તેમને મેસોથેલિયોમા થયો છે.

લેન્જોએ તે પણ કહ્યુ કે કંપનીને માહિતી હોવાછતાં તેમણે પોતાના પ્રોડક્ટ પર કોઇ ચેતાવણી આપી નથી. મેસોથેલિયોમા એક પ્રકારનું કેન્સર હોય ચે જે ટીશ્યુ, ફેફસાં,પેટ, હૃદય અને શરીરના અન્ય અંગો પર પણ અસર કરે છે. કંપનીના 120 વર્ષના ઇતિહાસમાં બેબી પાઉડરમાં એસબેસ્ટસ હોવાને કારણે મેસોથેલિયોમા થયું હોવાનો આ પ્રથમ કેસ છે.

લેન્જોએ કહ્યુ કે તેઓ 30 વર્ષથી કંપનીનો બેબી પાઉડરનો ઉપયોગ કરી રહી છે જેના કારણે તેમને આ બિમારી થઇ છે. ત્યારબાદ કંપનીએ પોતાની દલીલમાં કહ્યું કે લેન્જો જે ઘરમાં રહે છે તેના બેઝમેન્ટની પાઇપમાં એસબેસ્ટસ છે. કંપનીએ પણ કહ્યુ કે લેન્જોએ જે શાળામાંથી અભ્યાસ કર્યો છે ત્યાં પણ એસબેસ્ટસ હતો. પરંતુ કોર્ટે કંપનની કોઇ દલીલ ન સાંભળતા વળતરની રકમ ત્રણ ગણી વધારી દીધી છે. રકમનો 70 ટકા જૉન્સન એન્ડ જોન્સન કંપની આપશે અને બાકીના 30 ટકા પાઉડર સપ્લાય કરતી કંપની એમેરિઝ ટેલ્ક આપશે. જો કે બંને કંપનીઓએ કોર્ટના આ નિર્ણયને ચેલેન્જ આપવાની વાત કહી છે.

ભારતની વાત કરીએ તો અહીં બેબી કેરનું માર્કેટ 93,000 કરોડ છે. જેમાં johnson & johnson કંપનીનો ભાગ 60 ટકા છે. ત્યારે કંપની પર અમેરિકામાં અત્યાર સુધી બેબી પાઉડરથી બિમારીના 6, 610 કેસ નોંધાઇ ચુક્યા છે. 2 વર્ષની અંદર કંપનીને 5,950 કરોડનું વળતર ચુકવવાના આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે 2700 કરોડના એક મામલામાં નિર્ણય કંપનીના હકમાં આવ્યો હતો. ગત વર્ષે ઑગષ્ટમાં પણ કંપનીએ એક મહિલાને 457 કરોડનું વળતર ચુકવવું પડ્યું હતું. જેમાં મહિલાએ કંપની પ્રોડક્ટથી ઓવેરી કેન્સર થયો હોવાનો દાવો કર્યો હતો. ટેલ્કમ પાઉડરથી ઓવેરી કેન્સરનો આ પ્રથમ કેસ 1971માં સામે આવ્યો હતો.

See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/6610-cases-registered-against-johnson-johnson-company-in-powder-case#sthash.rQqgGDpc.dpuf

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!