GSTV

ફડણવીસ સરકારમાં રૂ.66 હજાર કરોડનાં કામમાં ગેરરીતિ, CAGને શંકા

Last Updated on December 23, 2019 by Mayur

૨૦૧૪માં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તામાં આવી હતી. ફડણવીસ સરકાર પર કેગે ટીકા વરસાવી ૨૦૧૮ સુધી થયેલ ૬૬,૦૦૦ કરોડ રૂપિયાના કામનો કોઈ તાલમેલ મળતો ન હોવા બાબતે શંકા વ્યકત કરી હતી. ફડણવીસ સરકારના કામના લેખા જોખામાં  વિસંગતિઓ મળી આવી હતી. કેગના અહેવાલમાં ફડણવીસ સરકાર પર ઠપકો મૂકવામાં આવ્યો હતો. ૬૬૦૦૦ કરોડના રૂપિયાના ખર્ચનો તાલમેલ મળતો નથી.

કોઈ એક કામ પૂર્ણ થયા બાદ તેનું ઉપયોગીતા પ્રમાણપત્ર ૧૨ મહિનાની અંદર રજૂ કરવાનું  હોય છે. કામ યોગ્ય રીતે થયું હોવાનું આ પ્રમાણપત્ર હોય છે. જોકે ૨૦૧૮ સુધીના સમયમાં  થયેલા ૬૫૯૨૧ કરોડ રૂપિયાના કામમાંથી ૩૨,૫૭૦ કરોડ રૂપિયાના કામોના ઉપયોગિતા પ્રમાણપત્રો જ રજૂ કરવામાં આવ્યા નથી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી આવતું અનુદાન ઘટયું હોવાનું  કેગે જણાવ્યું હતું. ગયા વર્ષે આ અનુદાન ૧૧ ટકા જેટલું હતું જે પ્રમાણ આ વખતે ફકત ૯ ટકા હોવાનું અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે .

આ બાબતે કેગે સરકારને અમુક સૂચનો પણ કર્યા હતા જેમાં રાજ્ય સરકારના અખત્યાર હેઠળ આવતા નુકશાન કરતા મહામંડળોને બંધ કરવામાં આવે અથવા પુનર્જીવિત કરવામાં આવે, રાજ્યમાં આવતું રોકાણ વધારવાનો પ્રયાસ કરવાની જરૂર, કર્મચારીઓનાં પગારનો ખર્ચો પણ વધતો હોવાનું નિરીક્ષણ અને અપૂર્ણ જળ સિંચાઈ પ્રોજેકટ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સૂચના કરવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!