નોઇડામાં પૂર્વ આઇપીએસ અિધકારી આરએન સિંહના ઘર પર છેલ્લા ત્રણ દિવસથી આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરએન સિંહના પુત્ર પોતાના ઘરની બેસમેંટમાં એક પ્રાઇવેટ લોકર ફર્મ ચલાવે છે. આ લોકર ભાડે આપવામાં આવે છે.
આઇટી વિભાગે આ લોકરની તપાસ કરતા કરોડો રૂપિયા જપ્ત કરાયા છે. જોકે તે સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ પૈસા કોના છે. હાલ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ વોલ્ટમાં ૬૫૦ લોકર હોવાનું જાણવા મળ્યું છે. આરએન સિંહ યૂપીમાં ડીજી અભિયોજન રહી ચુક્યા છે.

તેમનંુ કહેવુ છે કે તેમનો પુત્ર આ લોકર ભાડે આપવાનું કામ કરે છે. તે કમિશનના આધારે લોકર ભાડે આપે છે. તેના પોતાના પણ બે લોકર તેમાં છે જોકે તેમાંથી તપાસ દરમિયાન કઇ નથી મળ્યું.
તપાસ અભિયાન દરમિયાન પૂર્વ આઇપીએસ આરએન સિંહનું કહેવુ છે કે હું હાલ મારા ગામડે હતો. મને માહિતી મળી છે કે ઘર પર ઇનકમ ટેક્સની ટીમ તપાસ માટે આવી છે. તો હું તુરંત જ આવી ગયો હતો.

હું એક આઇપીએસ અિધકારી રહી ચુક્યો છું. મારો પુત્ર અહી રહે છે અને અમે પણ અહીં આવીને રહીએ છીએ. મારો પુત્ર આ પ્રાઇવેટ લોકરનું કામ કરે છે. જે બેઝમેંટમાં બનાવવામાં આવ્યું છે. આ પૂર્વ અિધકારીનું કહેવુ છે કે મારો પુત્ર આ લોકર ભાડે આપે છે.
બેંક આપે તેવી જ પ્રક્રિયા હોય છે. જ્યારે અહીં બેંકથી થોડી વધુ સુવિધા આપવામાં આવે છે. અમારા પોતાના પણ બે ખાનગી લોકર છે. અંદર તપાસ ચાલી રહી છે અને બધા જ લોકર ચેક કરવામાં આવ્યા છે. જે મળ્યું છે તેનો પુરેપુરો હિસાબ અમારી પાસે છે. ઘરના કેટલાક ઘરેણા મળ્યા છે.
Read Also
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા
- PNBમાં નોકરી કરવાની તક, સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે 240 વેકેન્સી બહાર પડી
- ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ
- મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!
- ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો