GSTV

TV ચેનલનું પેકેજ પસંદ નહી કરો તોય દર મહિને આટલા રૂપિયા તો આપવા જ પડશે, જાણો શું છે નિયમ

Last Updated on January 24, 2019 by Bansari

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇએ ટીવી ચેનલ્સ પસંદ કરવા અને પસંદ કરેલી ચેનલ્સ માટે જ ચાર્જ આપવાની નવી વ્યવસ્થાની ઘોષણા કરી છે તેને લાગુ કરવામાં હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. 1 ફેબ્રુઆરીથી નવી વ્યવસ્થા લાગૂ થઇ રહી છે પરંતુ આશરે 16.50 કરોડ ડાયરેક્ટ ટુ હોમ અને કેબલ ગ્રાહકોમાં આશરે 65 ટકા લોકોએ પસંદગીની ચેનલનું લિસ્ટ બનાવ્યું નથી. તેવામાં હવે ટ્રાઇએ ડીટીએચ અને કેબલ ઓપરેટર્સ પર દબાણ નાંખ્યું છે કે તે ગ્રાહકોને નવી વ્યવસ્થાથી વાકેફ કરાવે.

ચેનલ લિસ્ટ નહી બનાવો તો શું થશે?

ટ્રાઇએ channel.trai.gov.in નામની એક વેબસાઇટ લૉન્ચ કરે છે જેથી ગ્રાહક પોતાની મનપસંદ ફ્રી ટૂ એર અને નિશ્વિત કિંમતની ચેનલની લિસ્ટ તૈયાર કરવામાં મદદ મળે. ગ્રાહકો આ વેબસાઇટ પર પોતાનું મનપસંદ પેકેજ તૈયાર કરી શકે છે. જો કે હજપ સુધી આ વેબસાઇટ પર આ પેકેજ ખરીદવાની કોઇ વ્યવસ્થા નથી.

જો કે જો તમે હજુ સુધી કોઇ પેકેજ પસંદ ન કર્યુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જે લોકો નવી વ્યવસ્થા નહી અપનાવે તેમના સર્વિસ પ્રોવાઇડર તેમને 100 ફ્રી ટુ એર સર્વિસ ચેનલનું પેકેજ આપમેળે જ આપી શકે છે. તેના માટે ગ્રાહકોએ જીએસટી સાથે 154.50 રૂપિયા આપવા પડશે. ગ્રાહકોની મદદ માટે ટોલ ફ્રી નંબર  01206898689  પણ આપવામાં આવ્યો છે.

આટલું હશે મંથલી બિલ

ટ્રાઇના ચેરપર્સન આરએસ શર્માએ જણાવ્યું કે ડીટીએચ અને કેબલ કનેક્શનનું મંથલી બિલ નિશ્વિત રૂપે ઓછું થશે. ફક્ત શરત એટલી છે કે ગ્રાહક તે જ ચેનલ ખરીદે જે તેઓ જોતા હોય. આ રીતે તેમનું મંથલી બિલ ઓછું આવશે.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!