GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, હવે આ ઉંમરના લોકો પણ કરી શકશે આ રીતે મતદાન

દેશમાં ચાલી રહેલા કોરોના વાઈરસ સંક્રમણ વચ્ચે ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે 65 વર્ષથી મોટી ઉંમરના લોકો પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજુરી આપી છે.આ સાથે-સાથે કોરોનાના દર્દીઓ પણ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. તેવું જણાવવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચનો આ નિર્ણય બિહાર ચૂંટણીમાં લાગૂ થશે.

કોરોના વાયરસથી બચવા કર્યો નિર્ણય

ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો 65 વર્ષથી વધારે વર્ષના લોકો, ગર્ભવતી મહિલાઓ, ડાયાબિટીસના દર્દીઓ, હાઈબ્લડ પ્રેશર, કિડનીની બિમારીઓ સહિત જુની બિમારીથી પીડાતા લોકોને વધારે છે. મેડિકલ એક્સપર્ટ અને સરકારે પણ સતત આવા લોકોને બહાર નહી નિકળવા જણાવ્યું છે.

પોસ્ટલ બેલેટથી કરી શકશે મતદાન

આ પહેલા પોસ્ટલ બેલેટનો અધિકાર 80 વર્ષ સુધીના વૃદ્ધો અને દિવ્યાંગોને મળેલો હતો. ગત વર્ષે 22 ઓક્ટોબરે કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન પ્રમાણે ચુંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવી હતી.

અત્યાર સુધી આ લોકોને હતો પોસ્ટલ બેલેટથી મતદાનનો અધિકાર

તમને જણાવી દઈએ કે હાલની વ્યવસ્થામાં સેના, અર્ધ સૈનિક દળના જવાનો અને વિદેશમાં કાર્યરત સરકારી કર્મચારી અને ચૂંટણી ફરજમાં તૈનાત કર્મચારીઓને જ ડાક મતપત્રથી મતદાન આપવાનો અધિકાર છે. ગત વર્ષના આંકડા જોઈએ તો પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરનારા મતદારોમાં ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ સૈન્ય દળોના લગભગ 10 લાખ, હોમ મિનિસ્ટ્રી આધિન મિલિટ્રી ફોર્સના 7.82 લાખ અને ફોરેન મિશનમાં કાર્યરત વિદેશ મંત્રાલયના લગભગ 3539 મતદાતાઓ લીસ્ટેડ છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં કોરોનાને લાગી બ્રેક, એલજીને જિમ, હોટલ, સાપ્તાહિક બજારો ખોલવા કરાઈ રજૂઆત

Mansi Patel

સોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો ભાવ જાણશો તો કહેશો દિવાળી સુધી પહોંચી જશે

Mansi Patel

VIDEO : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોતને ભેટેલા દર્દીઓને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!