ભાભર તાલુકાના ગાગુન ગામ પાસે એક અકસ્માતની ધટના બની છે. આજે સવારે બનેલી ધટનામાં આશરે 65 વર્ષના આધેડ નુ માલગાડી ની હડફેટે આવતૈ કરુણ મોત થવા પામ્યું છે. આ આધેડ માલગાડીની અડફેટમાં કેવી રીતે આવ્યા તે પોલિસ તપાસનો વિષય છે. મરનાર વ્યકિત ભાભર તાલુકાના ગાગુન ગામના હરજી સવસીજી ઠાકોર હોવાનું જાણવા મળેલ છે. પોલિસે ધટનાસ્થળે પહોંચી આગળની કાયૅવાહી હાથ ધરી લાશને પી એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.